________________
કર્મના ઝબકારા
|| [૨૧] આ રાજકુટુંબ જૈનત્વના સંસ્કારને વરેલું હતું. સુખમય સમય વિત હતે. વિશ્વનંદી રાજાએ નીતિમત્તાના ધોરણે સારી નામના જમાવી પ્રજાનો પ્રેમ સંપાદન કર્યો હતો.
ઉચ્ચકુળમાં જન્મ લેવાની યોગ્યતાને વરેલે નયસારને આત્મા શુભ સ્વપ્નસૂચનપૂર્વક ધારિણીદેવીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયે. કાળક્રમે જન્મ થતાં વિશ્વનંદી રાજાએ તેને જન્મત્સવ ઉજવી વિશ્વભૂતિ નામ રાખ્યું. વયને એગ્ય લાલનપાલનથી મેટા થતાં એ બન્ને બાળકો માતપિતાઓને પરમ હર્ષનું સ્થાન હતા. પણ વિશાખાનંદી નાનપણથી જ ઈર્ષાળુ અને અદેખો હતો. જ્યારે વિશ્વભૂતિ બાળપણથી જ સરલ અને ઉદાર હતે. અધ્યાપક પાસે બન્ને કુમારે એગ્ય જ્ઞાન સંપાદન કરી જુવાન થયા. બન્ને રાજકુમારે એક સરખા સંસ્કારે, એક સરખી રહેણીકહેણી, અને એક સરખા વિદ્યાસંપાદનને વરેલા હોવા છતાં નાનપણથી જ બન્ને વચ્ચે સ્વભાવને જે તફાવત હતો તે દિવસે દિવસે વધતે ગયે. વિશાખાનંદીને સ્વભાવ ઝેરીલે હોવાથી તેના મુખ પર ઈર્ષ્યા અને અદેખાઈના અંગારા જલતા હતા. વિશ્વભૂતિને સ્વભાવ દયાળુ અને સરલ હોવાથી તેના મુખપર ઉદારતા અને નમ્રતા છલકાતી હતી. વિશાખાનંદી શારીરિક બળથી બળવાન હોવા છતાં તેનામાં પાશવી બળ વધુ હતું. જ્યારે વિશ્વભૂતિના બળવાન દેહપર સાત્ત્વિક તેજભર્યા રૂપ ઉભરાતા હતા ! સામાન્ય રીતે મનના ભાવનું કાર્ય પર પ્રતિબિંબ પડતું હોય છે. વિશાખાનંદી જે કામ કરે તે પ્રશંસાપાત્ર ન બનતાં, પણ વિશ્વભૂતિ જે કામ કરે તેની ખૂબ ખૂબ પ્રશંસા થતી.
આ બન્ને કુમારો વચ્ચે સ્વભાવને જે તફાવત હતા તેમાં તેમની માતાઓને મૂખ્ય ફાળે હતો. માતાના મનની છાપ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org