________________
૩. કર્મના ઝબકારા
જિનેશ્વર ભગવંતોની વાણી છ દ્રવ્ય અને નવ નથી ગુંથાયેલી હોય છે. છ દ્રવ્યમાં જીવને સમાવેશ દ્રવ્ય તરીકે કરવામાં આવ્યું છે, એટલે જીવ એ દ્રવ્ય છે. નવ તત્ત્વમાં જીવને તત્ત્વ તરીકે ઓળખાવ્યું છે, તેથી જીવ એ તત્વ છે. છ એ દ્રવ્ય અને નવે તો શાશ્વતા છે. તેથી જીવદ્રવ્ય કે જીવતત્ત્વ શાશ્વત છે. એટલે જીવની ઉત્પત્તિ નથી તેમ તેનો અંત પણ નથી. પણ જીવ દ્રવ્ય શાધિત હોવા છતાં પર્યાથી અશાશ્વત પણ છે. કારણકે જીવના ગુણ અને પર્યાય એવા બે સ્વભાવ છે. તેમાં ગુણ એ સહભાવી સ્વભાવ છે અને પર્યાય એ કમભાવી સ્વભાવ છે. આ નિયમ પ્રમાણે ગતિપર્યાયથી નયસારના આત્માએ ઘણા ભત્ર કર્યા. પણ આત્મસ્વરૂપે અને એ જ આત્મા રહ્યા. સંસારમાં રઝળપટી કરતાં કરતાં નીચ કુલગોત્રકર્મના ક્ષપશમથી સેળમા ભવે ક્ષત્રિયકુળમાં જન્મ લેવાની યોગ્યતા પ્રાપ્ત કરી.
એ સમયે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી રાજાનું સામ્રાજ્ય હતું. તેને અત્યંત પ્રીતિપાત્ર પ્રિયંગુ નામે રાણી હતી અને વિશાખાનંદી નામે પુત્ર હતો. તેમ તેને વિશાખાભૂતિ નામને એક ભાઈ યુવરાજપદે ભૂષિત હતું. તેને ધારિણી નામે રાણી હતી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org