________________
મેહનીય કર્મની ભ્રમજાલ કરવાના સાધનોથી ઘસાઈ ઘસાઈને જેમ ઉજ્વળતા પ્રાપ્ત કરે તેમ ચારિત્રમેહનિયકર્મથી ધુંધળે બનેલે નયસારનો આત્મા ઘસાઈને, પીટાઈને, કુટાઈને હવે કંઈક ઉજળે છે. અભિમાન અને એકમાત્ર મિથ્યા વચન આત્માને કેવી રખડપટ્ટી કરાવે છે એ આનાથી સમજાય છે. આજના સમયમાં મતિકલ્પિત ધર્મના ગુરુ બની બેઠેલા અને હુંપદમાં “મારું એ જ સાચું” એ મંત્રને જ પનારાઓને માટે આ અમૂલ્ય બોધપાઠ છે!
શ્રી સૂયગડાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે પ્રકાશ્ય છે કે :
જે પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાઓના મતની નિંદા કરે છે, તેવા એકાંતવાદીઓ જ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે.
જેઓ નગ્ન રહીને માપવાસી તપ કરતાં કાયાને ઘસી નાખતાં હોય પણ અંતરની ભીતરમાં દંભનું સેવન કરતાં હોય તેવા જ આત્માઓ જન્મમરણના ચકમાં ભટક્તા રહે છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org