________________
[ ૧૮ ]
શ્રી મહાવીર જવનત ગામમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયે. અનેક પાપારમાં જીવન વિતાવી છેલ્લે ત્રિદંડી બની છઠ્ઠા ભવનું બહેતર લાખ પૂર્વનું આયુષ્ય ખપાવી સાતમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયો. ત્યાંથી અવીને આઠમા ભવમાં ચૈત્યગામમાં ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અન્યોત નામે બ્રાહ્મણ થયે. પાપના ધંધાથી પાપની પુંછ એકત્ર કરી છેલ્લે ત્રીદંડી થઈ મરણ પામી નવમા ભવમાં ઈશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા. આયુષ્યને અંતે દશમા ભાવમાં મંદર સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. પાપમય પ્રવૃત્તિથી જીવન વિતાવી છેલ્લે ત્રિદંડી થઈ છપ્પન લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અગ્યારમા ભવમાં સનસ્કુમાર દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. બારમા ભાવમાં વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. આખરે ત્રિદંડી થઈ ચુમ્માલીશ લાખ પૂર્વનું આયુષ્ય ખપાવી તેરમા ભવમાં મહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયે. એ દેવભવ પૂર્ણ કર્યા પછી સંસારમાં અનેક યુનિએમાં તેણે પરિભ્રમણ કર્યું. ગણતરી લાયક ચૌદમા ભવમાં નયસારને આત્મા રાજJડનગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયો. જીવનનો મેટો ભાગ પાપ પ્રવૃત્તિમાં પસાર કરી ત્રિદંડી બની ચેત્રીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પંદરમા ભવમાં બ્રહ્મ દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયે. નીચ કુલગેત્રકર્મના ઉદયથી અને ઉસૂત્રપ્રરૂપણાથી બંધાયેલા તીવ્ર કર્મવિપાકે તેણે પંદર ભવ સુધી ભગવ્યા. મરિચિના ભવમાં ચારિત્રની વિરાધનાથી ચારિત્રમેહનિયકર્મને જે બંધ કર્યો હતો, તેના ઉદયથી અત્યાર સુધી સત્યધર્મને કે આત્માને સમજવાનો ધર્મ પ્રાપ્ત થયે નહિ. આ રીતે પંદર ભવની મુખ્યતા સાથે એ આત્માએ ઘણુ કાળ સુધી સંસારઅટવીમાં અટન કર્યું. અનેક યોનિઓમાં એ આત્મા ભટક્યો પણ એ ભવ ગણતરીમાં ગણાયા નથી. કાટ ચડેલા વાસણો સાફ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org