________________
મેહનીય કર્મની ભ્રમજાલ
| [ ૧૭ ]
વિપરિત વેશ ધારણ કરવાથી વેરા વિડંબક બન્યા. અભિમાનની ટોચે બેસી અતિ ઉગ્ર કુલમદ કરવાથી નીચ કુલના ઉપાર્જન સાથે આત્મદંડક બન્યા, અને એક માત્ર શિષ્ય બનાવવાની લાલચથી મિથ્યાધર્મને ઉપદેશ કરી ઉત્સુત્રપ્રરૂપણાના કારણે અનંત ઘણા કર્મ ઉપાર્જન કરી જૈનત્વ હારી ગયા. ” હુંપદને હડકવા જે આત્માને લાગે છે તે આત્માની આવી દશા થાય છે. હું પદને હાઉ આત્માના ઓજસને ભરખી જાય છે.
મશિચિ મુનિએ પાપની આલોચના કર્યા વગર અંતે અનશનપૂર્વક રાશી લાખ વર્ષના આયુષ્યને પૂર્ણ કરી બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમની આયુષ્યસ્થિતિવાળા દેવ થયા. કપિલ પણ આસૂર્ય વગેરે શિખ્યો કરી પિતાના આચારધર્મને ઉપદેશ આપી બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. અવધિ વિર્ભાગજ્ઞાનના ઉપયોગથી પૂર્વભવના ધર્મવિચારો પ્રવર્તાવવાના હથી પૃથ્વી પર આવી પિતાના શિષ્યમંડળને પિતાને માન્ય મતમાં સ્થિર કર્યા. એ મતનો આમ્નાય લેકમાં ફેલાવી સાંખ્યમત પ્રવર્તાવ્યો. સગવડીઓ ધર્મ જે મળી જતું હોય તે લેપ્રવાહ સહેલાઈથી એ બાજુ વળી જાય છે, અને મોહજાળમાં બ્રિમિત બની એમાં અટવાઈ જાય છે.
નયસારના ભવમાં મહાવીર બનવાની ભૂમિકાનું સર્જન કર્યું હેવા છતાં ત્રીજા જ ભવમાં એ ભૂમિકા માયાવી રંગથી રંગાઈ ગઈ. મિથ્યાત્વમોહનીય ભાવમાં રાચતે એ આત્મા ચેથા ભવમાં બ્રહ્મ દેવલોકમાં દેવત્વનું આયુષ્ય પૂર્ણ કરી પાંચમા ભવમાં કલાક સંનિવેશમાં કૌશિક નામે બ્રાહ્મણ થયે. જીવન પર્યત વિષયાસક્ત અને ધનલેલુપી બની અનેક પાપ ઉપાર્જન કરી એંશી લાખ પૂર્વનું આયુષ્ય પસાર કર્યું. અંતે પૂર્વભવના સંસ્કારથી છેલ્લી જીદગીમાં ત્રિદંડી બની મૃત્યુ પામી ઘણું ભામાં ભમી ધૂણું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org