________________
[૧૬]
શ્રી મહાવીર જીવનત દિલમાં જાગેલી શિષ્ય બનાવવાની વૃત્તિ દિવસે દિવસે તિવ્ર બનતી ગઈ.
- એક વખત કપિલ નામને કેઈ કુળપુત્ર ધર્મ જાણવાની ઈચ્છાથી મરિચિમુનિ પાસે આવ્યો અને તેમની પાસે પ્રભુને ધર્મ સાંભળ્યો. કપિલ ભારેકમી હોવાથી પ્રભુનો ધર્મ તેને રૂચ્યો નહિ તેથી તેણે સામો પ્રશ્ન કર્યો. “પ્રભુને ધર્મ ઉત્તમ છે તે તમે કેમ આચરતા નથી?” પિતાની નિર્બળતા જરાય છુપાવ્યા વગર મરિચિમુનિએ સાચી હકિકત કહી સંભળાવી તો ય કપિલ સમજે નહિ અને બીજો પ્રશ્ન કર્યોઃ મુનિ! તમે કહો છો તેમ પ્રભુના માર્ગમાં જ ધર્મ છે તે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?” કપિલના આવા પ્રશ્નથી તેમના દિલમાં જાગેલી એક શિષ્ય બનાવવાની વૃત્તિ સળવળી ઉઠી. તેમને થયું કે આ કપિલ મારે લાયક શિષ્ય છે. શિષ્ય બનાવવાની મેહજાળમાં ભ્રમિત બનેલા મરિચિમુનિએ કપિલને કહી દીધું “મહાનુભાવ! જેમ પ્રભુના માર્ગમાં ધર્મ છે તેમ મારા માર્ગમાં પણ ધર્મ છે.' બસ ખલાસ. તનથી ચલિત બનેલા મરિચિ મનથી પણ ચલિત બની ગયા ! કહેવત છે કે તન નિબળ તેનું મન પણ નિર્બળ. શિષ્ય બનાવવાની લાલસાથી ઉસૂત્રપ્રરૂપણ કરી તેમણે કેટકેટી સાગરોપમ કાળપ્રમાણ સંસારભ્રમણ વધારી દીધું. તેમના માર્ગને ધર્મ જાણી કપિલ તેમને શિષ્ય બન્યું અને શ્રમણનિશ્રા છેડી ગુરુશિષ્ય સ્વતંત્ર વિચરવા લાગ્યા. કાળક્રમે પ્રભુના માર્ગ પ્રત્યે રહેલા શ્રદ્ધાને અજવાળા પણ ધીરે ધીરે વિલીન થવા લાગ્યા. માર્ગશ્રણ બનેલા મરિચિમુનિએ નયસારના ભવમાં પ્રાપ્ત કરેલ સમક્તિ ને મિથ્યાભાવથી આચ્છાદિત બનાવી દીધું. મરિચિમુનિ મેહનિયમની ભ્રમજાળમાં ભ્રમિત બની પ્રભુના માર્ગથી વિપરિત પ્રરૂપણ કરી માગભ્રષ્ટ બન્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org