________________
[૧૪]
શ્રી મહાવીર જીવનત પૂછયું: “પ્રભુ! આ સમવસરણમાં એ શ્રેષ્ઠ પુરુષની પદવીને લાયક કેઈ આત્મા છે?” પ્રભુએ કહ્યું : “ભરત! તારો જ પુત્ર મરિચિ પિતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ, વિદેહક્ષેત્રની મુકાપુરી નગરીમાં પ્રિય મિત્ર ચકવતી અને આ વર્તમાન ચેવીશીમાં વીર નામે અંતિમ તીર્થકર થશે.” પ્રભુના મુખથી પિતાના પુત્રનું અદ્ભુત ભાવિ કથન સાંભળી પુલકિત બનેલા ભરતરાજા પ્રભુની આજ્ઞા મેળવી મરિચિ પાસે ગયા, ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી આનંદિત સ્વરે બોલ્યાઃ મરિચિ! કલ્પિત વેશથી ત્રિદંડી સંન્યાસી બનેલા તમને હું વંદન કરતું નથી પણ તમે આ કાળમાં પિતનપુર નગરમાં પ્રથમ ત્રિપૃષ્ટ વાસુદેવ, વિદેહની મુકાપુરીમાં પ્રિય મિત્ર ચકવતી અને આ વર્તમાન વીશીના વીર નામે છેલ્લા તીર્થંકર થશે. તમારા ઉત્કર્ષની આવી બીના પ્રભુના મુખથી મેં આજે જાણી. એ તમારા ભાવી તીર્થકરપણને જ હું વંદન કરું છું. ખરેખર, મરિચિ ! તમે ધન્ય છે. કૃતપુણ્ય છે. દુનિયામાં જેટલા શ્રેષ્ઠ લાભે છે એ બધા તમે મેળવશે. તમને હું ફરી ફરી વંદન કરું છું.” આમ સ્તુતિ વચન બોલતાં ભરત મહારાજા પ્રભુ પાસે ગયા, પ્રભુને પુનઃ વંદન કરી પિતાની રાજધાનીમાં પાછા ફર્યા.
જન્મદાતા પિતા પાસેથી પોતાને થનારા ભાવિ લાભના ભણકાર સાંભળી પ્રિય વસ્તુ મળતાં જેમ બાળક નાચી ઉઠે તેમ મરિચિમુનિ હર્ષના અતિરેકથી નાચી ઉઠ્યા. ઉભા થઈ ભુજાઓના આફેટન કરી ચપટી વગાડતા વગાડતાં બોલવા લાગ્યાઃ “અહા! હું કેટલે મહાન ? મારું ભાવિ કેવું ઉજ્વલ ? મારૂં કુળ કેવું ઉત્તમ ? હું પ્રથમ વાસુદેવ ? મારા પિતા પ્રથમ ચકવતી ?? મારા દાદા પ્રથમ તીર્થંકર ??? વળી હું ચક્રવર્તી પણ ખરે અને તીર્થકર પણ?? હા.... અમારા કુળમાં કઈ ખામી ન રહીકઈ કમી ન રહી !”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org