________________
સાત્ત્વિક જીવનના તેજ
[ ૧૩] ધર્મથી ચલિત છું; તેથી મારા શરીરે ચંદનના વિલેપન કરીશ. મુનિઓ કષાય વગરના હોવાથી જીર્ણપ્રાય વસ્ત્રો ધારણ કરે છે પણ હું કષાયજીત નથી, માટે મારા શરીરે ભગવા (પીળા) વસ્ત્રો ધારણ કરીશ. સૂક્ષ્મ દયાના પાલક સાધુઓ સચિત જળના ત્યાગી છે, હું તેવો નથી, માટે પરિમિત જળથી હું સ્નાન કરીશ. “ આ પ્રમાણે પોતાની મતિ કલ્પનાથી પ્રભુના ધર્મમાગથી જુદા વેશ ઉપજાવી કાઢ્યો. એ ત્રિદંડીવેશ ધારણ કરી મરિચિમુનિ સંયમના કષ્ટથી હળવા થયા.
શ્રી ઋષભદેવ પ્રભુના ચોરાશી હજાર શિષ્ય પરિવારમાં મરિચિમુનિ આ નવિન વેશે લેકનજરે તરવરવા લાગ્યા. નવું જાણવાની ઈચ્છાથી સમૂહનો પ્રવાહ મરિચિમુનિ પાસે કીડીયારાની માફક ઉભરાવા લાગ્યો. એ લેકે સમક્ષ પોતાની અદ્ભુત દેશનાશક્તિથી મરિચિમુનિ પ્રભુના જ સત્યધર્મને ઉપદેશ આપી પિતાની નિર્બળતા છુપાવ્યા વગર પ્રભુનો માર્ગ જ સાચે છે એવું જનહૃદયમાં સ્થાપિત કરી અનેક ભવ્યજનેને પ્રતિબંધ પમાડી પ્રભુ પાસે મોકલવા લાગ્યા.
એક વખત શ્રી ઋષભદેવ પ્રભુ વિનીતા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા, વધામણી મળતાં ભરત મહારાજા સપરિવાર પ્રભુ દર્શનાર્થે આવ્યા અને પ્રભુદર્શન કરી હર્ષભર્યા ચિત્તે દેશના સાંભળી જિજ્ઞાસુવૃત્તિથી ભાવિ અરિહંતાદિ વિષે એક પ્રશ્ન પૂછળ્યો. તેના પ્રયુત્તરમાં પ્રભુએ આ અવસર્પિણી કાળમાં થનારા ચોવીશ તીર્થકરે, બાર ચક્રવતીઓ, નવ પ્રતિવાસુદેવો, નવાવાસુદેવો અને નવ બળ વો, એ ત્રેસઠ મહાપુરુષોનાં નામ, કુલગોત્ર, અને તેમના જન્મસ્થાનનું સવિસ્તર વર્ણન કર્યું. આ સાંભળતાં ભરત મહારાજા અમેદ ભાવનાથી પ્રમુદિત બની આનંદમાં ઝુલવા લાગ્યા. એ મહાપુરુષોમાંથી કઈ પણ પ્રભાવી આત્માના દર્શન કરવાના હેતુથી ફરી તેમણે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org