________________
[૧૨]
શ્રી મહાવીર જીવનત ધમ ધખતા તાપથી માથું બની ગયું. અને પગમાં ફેડલા પડ્યા એટલું જ નહિ પણ તાપના સંયોગે તીવ્ર તરસ લાગી. એક બાજુ અસહ્ય તાપ, બીજી બાજુ અસહ્ય તૃષા. આ બેવડા સંતાપથી મરિચિ મુનિ અકળાઈ ઉઠ્યા. સાથે અંગે અંગે નીતરતા પરસેવાની બદથી મુરઝાઈ પણ ગયા, શું કરવું ? આવા આકરા પરિષહા વચ્ચે મરિચિમુનિ અન્ય સાધુઓની જેમ સમતોલપણું જાળવી ન શક્યા. બધું વીસરી શક્યા હતા પણ કાયાની માયા ભૂલાણું ન હતી. મરિચિમુનિ વિચારના ઝોલે ચડી ગયા. આ સાધુપણું મારાથી પાળી શકાય એમ નથી. ઘેર જઉં તે લેકનિંદાની ભય અને શરમ! આ વ્રતભાર વહન થઈ શકે એમ નથી ! તેમ લેકહાંસી સહન થઈ શકે એમ નથી ! એવું વિચારતાં તેમની સતેજ બુદ્ધિમાં એક અવનવો વિચાર ઝબકી ગયે! “વ્રત રહે અને કછો ન સહેવા પડે” એ વચલે માર્ગ શોધી કાઢું તે? આ વિચાર આવતાં મરિચિમુનિ ઉત્સાહમાં આવી ગયા અને પિતાને મનને રૂચ એક મધ્યમ માર્ગ શોધી કાઢ્યો.
પ્રભુના સાધુઓ દંડથી વિરક્ત છે, પણ હું મનદંડ, વચનદંડ અને કાયદંડથી દંડાયેલ છું. માટે મારા હાથમાં એક દંડ રાખ. સાધુઓ કેશકુંચન કરે છે, પણ મારાથી એ સહન થાય એમ નથી, માટે મારે શસ્ત્રથી કેશકર્તન કરવા અને શિખા રાખવી. સાધુઓ પંચ મહાવ્રતને સહેલાઈથી વહન કરે છે પણ મને એ વ્રતને ભાર મેરૂ પર્વત જે ભારે લાગે છે; માટે મારે અણુવ્રતનું પાલન કરવું. સાધુએ અપરિગ્રહી છે પણ હું તેવો નથી તેથી મારે મુદ્રિકાદિ અ૯પ પરિગ્રહ રાખવો. સાધુઓ કાયાના કષ્ટો સારી રીતે સહન કરે છે. મારાથી એ કણો સહેવાતા નથી, માટે હું મસ્તક પર છત્ર અને પગમાં ચાખડી પહેરીશ. સાધુએ ચારિત્રધર્મથી સુવાસિત છે પણ હું ચારિત્ર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org