________________
સાત્ત્વિક જીવનના તેજ
[ ૧૧ | કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવેએ વિનીતા નગરીના ઉદ્યાનમાં સમવસરણની રચના કરી અને વનપાલકે ભરત મહારાજાને પ્રભુ પધાર્યાની વધામણી આપવા દોડ્યા! પિતાના કેવળજ્ઞાન મહોત્સવની વધામણીથી હર્ષઘેલા બનેલા ભરત મારાજા વનપાલકને પ્રીતિદાન આપવાપૂર્વક મરૂદેવામાતા અને પિતાના પુત્ર પરિવાર સાથે પ્રભુદશને નીકળ્યા., હાથીની અંબાડીએ બેઠેલા મરૂદેવામાતા પુત્રની સુખી અવસ્થા સાંભળી અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી અંતકૃત કેવળી બની મેક્ષે સીધાવ્યા. દેવતાઓએ તેમને જ્ઞાનમહત્સવ અને નિર્વાણ મહત્સવ ઉજવ્ય.
સેના રૂપા અને રત્ન મલ્યા સમવસરણમાં બિરાજમાન પ્રભુના દર્શન કરી પ્રથમવાર ધર્મદેશના સાંભળી પરિવાર સાથે ભરત મહારાજા ભારે હર્ષિત બન્યા.
પ્રભુના અનુપમ મહિમાથી આકર્ષિત થયેલા ભારત મહારાજાના ઘણા પુત્રએ દીક્ષા લીધી. તેમની સાથે મરિચિકુમાર પણ માતપિતાની અનુમતિ મેળવી ઉલ્લસિત ચિત્તે પ્રભુના ચરણમાં દીક્ષિત બન્યા. નયસારના ભવમાં મેળવેલી ભાવ વિશુદ્ધિ વિકસવા લાગી. સ્થવિર સાધુજ પાસે ગણ અને આસેવના રૂપ શિક્ષા પ્રાપ્ત કરી મરિચિ મુનિ પ્રભુ સાથે વિચારવા લાગ્યા.
મરિચિ મુનિની કાયા કોમળ હતી. મન એથી ય સુકોમળ હતું ! એમના માટે સાધુ માર્ગના કષ્ટો સહેવા કઠિન હતા. તેમાં ય વિહારમાર્ગની વેદના તેમને અસહ્ય થઈ પડતી; પણ અંતરની આહ કેને કહેવી? શરમ નડતી હતી! મરિચિમુનિ મનમાં સારી રીતે સમજી ગયા હતા કે સાધુપણું લેવું સહેલ છે પણ પાળવું મુશ્કેલ છે ! એક વખત ગ્રીષ્મઋતુના સમયે પ્રભુ સાથે વિચરતાં મરિચિ મુનિ ત્રાહ્ય...ત્રાહ્ય.પકારી ઉઠયા !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org