________________
૨: મેહનીય કર્મની ભ્રમજાલ
વિનીતા નગરીની ભવ્ય ભૂમિમાં યુગલિક ધર્મના સમાપ્તિકાળે પ્રથમ તીર્થપતિ શ્રી રાષભદેવપ્રભુએ આર્ય સંસ્કૃતિની સ્થાપના કરી હતી. વ્યવહારિક જ્ઞાન સાથે પ્રભુએ પોતાના સે પુત્રોને અલગ અલગ રાજભાગ આપી આ અવસર્પિણ કાળના પ્રથમ રાજરાજેશ્વરી બની ધર્મતીર્થ પ્રવર્તાવવા રાજ્ય, કુટુંબપરિવાર અને મરૂદેવામાતાને છેડી શ્રી કષભદેવ પ્રભુ પ્રથમ સાધુ બની ચાલી નીકળ્યા.
વિનીતા નગરીના રાજસિંહાસને તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા પ્રથમ ચકવતી તરીકે શેભતા હતા. એ ભરતરાજાની એક રાણીની કુક્ષીએ દેવકથી થવીને નયસારના આત્માએ જન્મ ધારણ કર્યો. કાલકમે તેનો જન્મ થતાં એ નવજાત શિશુના દેહમાંથી પૂર્વ પુણ્યસૂચિત અભિનવ તેજ કિરણો નીકળી માતાપિતાના હર્ષને વધારે કરી રહ્યા હતા. તેથી એ બાળકનું મરિચિ (કિરણ) એવું નામ સ્થાપિત કરવામાં આવ્યું. ઋષભદેવપ્રભુએ ચેજિત કરેલી પુરુષને 5 બહેતર કળાનો અભ્યાસ કરતાં મરિચિકુમાર યૌવન અવસ્થાના આંગણે આવીને ઉભા.
એક હજાર વર્ષ સુધી એકાકીપણે જગતને ઢંઢતાં આત્મચિંતનમાં મસ્ત રહેતાં શ્રી કષભદેવ પ્રભુને ઘાતિકર્મોનો ક્ષય થતાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org