________________
સાત્વિક જીવનના તેજ
ભાવ એ ચારે પ્રકારના ધર્મો એના જીવનનાં અંગ બની ગયા. આવશ્યક કિયાના અભ્યાસ સાથે નવ ત વગેરેના અભ્યાસમાં એકાગ્ર ચિત્ત બનતાં જિનપૂજા, ગુરુસેવના, સત્તાનુકંપા, સુપાત્રદાન, ગુણાનુરાગ અને શ્રુતિરાગ રૂપ મનુષ્ય જીવનના ફળ સાથે કેલી કરતાં સમય વીતતો ગયો. નયપ્રમાણભૂત જ્ઞાનના અજવાળા તેના ગુણ સુવાસિત અંતરને તેજ પ્રકાશિત બનાવતા રહ્યા! નવકારમંત્રના સ્મરણથી તેમણે આત્મિક આરોગ્ય પ્રાપ્ત કર્યું.
આર્યસંસ્કૃતિના સંસ્કારેએ નયસારને સાત્વિકતા આપી. એ સાત્વિકતા તેમને સત્ય ધર્મ તરફ ખેંચી ગઈ. સાત્વિકતા અને સત્યધર્મ બન્નેએ મળીને તેમની અંતરભૂમિમાં ભાવિકાળમાં મહાવીર બનવાની પૂર્વભૂમિકાને સુદઢ બનાવી. જીવનના અંતે મુનિઓના ઉપકારને યાદ કરતાં નવકારમંત્રના સ્મરણ સાથે સમાધિમરણની સાધના કરી મંગલ મૃત્યુને વર્યા. ભાવપ્રધાન ધર્મના પ્રભાવથી નિકાચિત કરેલા દેવત્વને પ્રાપ્ત કરી સૌધર્મ દેવલેકમાં એક પાપમની આયુષ્યસ્થિતિવાળા દેવ થયા. મનચિંતિત ફળ આપનારા કલ્પવૃક્ષના અનુભાવ અનેક પ્રકારના દેવી સુખના ભક્તા બની દેવ ગુરુ ધર્મ પ્રત્યે અચળ શ્રદ્ધા જ્વલંત રાખી દેવાયુના દિવસે દમામથી પસાર કરવા લાગ્યા. ખરેખર, દાન એ ધર્મરાજાના મહેલમાં પ્રવેશ મેળવવાને પરવાને છે. એમાં સમાયા છે સાત્વિક જીવનના તેજ.
1 શ્રી આચારાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે સ્વયં પ્રકાશ્ય ! કે છે કે “હે ગૌત્તમ કર્મ ખપાવવાની સંધિને અવસર મેં ૨ T જે જૈનશાસનમાં જે છે તે બીજે ક્યાંય જે નથી.” !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org