________________
[૮]
શ્રી મહાવીર જીવન દશાને પ્રાપ્ત કરવા નવતત્ત્વાદિનો અભ્યાસ કરજો.” એમ સમૂચિત શિક્ષા વચને કહી ફરી ધર્મલાભ રૂપ શુભાશિષ આપી મુનિયુગલ વિદાય થયા. નયસાર પણ ફરી ફરી મુનિઓને વંદન કરતાં ભવવનમાં ચમકતી ચાંદની જેવી શ્રદ્ધાના શીતલ ઝરણું ઝીલતાં ઝીલતાં પાછા ફર્યા. “આજનો અટવપ્રવાસ મહા લાભદાયી નીવડ્યો” એવું વિચારતાં નયસાર પ્રફુલ્લ ચિત્તે મુનિઓએ આપેલા ઉપદેશનું રહસ્ય ચિતવતાં, વૃક્ષકાપણીના સ્થાને પહોંચ્યા. તેમના સરલ હૃદયમાં મુનિઓના ઉપદેશનું મંથન જાગ્યું. એકે એક શબ્દમાંથી નિતરતા અમૃતનું ઝરણું તેમના સાત્ત્વિક તેજમાં ઓત-પ્રેત થવા લાગ્યું. આજના શુભ દિવસે દાનશુદ્ધિ, દાતાશુદ્ધિ અને પાત્રશુદ્ધિનું એકીકરણ સરજાતાં શુભ વિચારોનું આંદોલન જાગ્યું. મને ભૂમિનવ પલ્લવિત બનતી ગઈ, શ્રદ્ધાજળના કુવારામાંથી નીકળતી પવિત્ર સરવાણના સિંચનથી અનાદિકાળની મજબૂત બની રહેલી રાગદ્વેષની ગ્રન્થી ભૂદાઈ ગઈ ! અને નવનિત સમા કમળ આત્મપ્રદેશમાં ધર્મવૃક્ષના મૂળીયા સરખા સમક્તિના “બી” વવાઈ ગયા. મુનિઓએ ઓળખાવેલા શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે અર્પણભાવ, નિર્ગસ્થ ગુરુઓ પ્રત્યે ભક્તિભાવ અને અહિંસામય ધર્મ પ્રત્યે આદરભાવ જાગ્યો ! જીવનમાં પહેલી જ વાર થયેલ મુનિ સમાગમ તેમના સાત્ત્વિક જીવનમાં અમી છાંટણા વેરતે ગયે
આત્મિક ધન મેળવી આનંદિત બનેલા નયસારે કાષ્ઠકાપણીનું કામ આટોપી સમી સાંજે રસાલે ઉપાડ્યો. કાણસમૂહથી ભરેલા ગાડા શત્રમર્દન રાજાને મોકલાવ્યા અને પોતે મેળવેલા આત્મિક લાભને વાગોળતા વાગોળતા પિતાને ગામ પાછા ફર્યા.
હવે નયસારની જીવનચર્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા જીવનમાં દાનધર્મની મુખ્યતા હતી,. હવે દાન, શીલ, તપ અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org