________________
સાત્ત્વિક જીવનના તેજ
[૭] કામે લાગી ગયા અને નવસાર પણ ક્ષણવાર આરામ કરી ફરી મુનિઓ પાસે પહોંચી ગયા. યેગ્યતા જાણી મુનિઓએ તેને જૈનધર્મની ઓળખાણ કરાવી. જૈનધર્મનો પ્રાણભૂત નવકારમંત્ર શીખડાવ્યું અને જૈનધર્મને લગતી કેટલીક સમજુતી આપી. દિવસના નમતા પ્રહરે નયસાર પાસે જવાની આજ્ઞા માગી. મુનિઓની સહૃદયતાપૂર્વકની ભાવનાથી પ્રભાવિત થયેલા નયસારે વિનયભર્યા વચને કહ્યું: “મુનિવર ! આપ આ અટવીના અજાણ હોવાથી ચાલે હું આપને નગરને ઘેરી માર્ગ બતાવું!” મુનિઓના કષ્ટભર્યા આચાર વિચારથી ચમત્કૃત બનેલા નયસાર ખુલ્લા પગે મુનિઓને માર્ગ બતાવવા ચાલ્યા. મુખ્ય માર્ગ આવતાં દિશાસૂચન કરી અવનત મસ્તકે બે હાથ જોડી કહ્યું:
આપ આ માર્ગે ચાલતાં એક મોટા નગરમાં પહોંચી જશે. નયસારની સરલતા અને ભાવપ્રજ્ઞતા જાણી એક વૃક્ષ નીચે બેસી મુનિઓએ ડી વાર ધર્મનો ઉપદેશ આપ્યો. દેવ, ગુરુ અને ધર્મની પીછાણ કરાવી....વિમલ વાણી વદતા મુનિ બોલ્યાઃ
મહાનુભાવ! તમારે આતિથ્યપ્રેમ, નિર્મળ ભકિત અને અજાણ્યા પ્રત્યેને અનુપમ આદરભાવ જોતાં અમને લાગે છે કે તમારો આત્મા મહાન છે. તમારા નિર્દોષ ભાવભક્તિથી એવું સૂચિત થાય છે કે ભાવિ કાળમાં તમારી ભાવના તમને ભગવાન બનાવશે ! એમ અમારું અંતર બોલી રહ્યું છે. ભાગ્યવાન ! અજાણ્યાના આશ્રયરૂપ બની તમે અમને નગરનો રાહ ચીંધે, તેમ અમે પણ તમને ભવાટવીને ઉલ્લંઘન કરવામાં સામે કીનારે પહોંચવામાં સહાયભૂત એ ધર્મમાર્ગ બતાવ્યો. આ બતાવેલા ધર્મ માગે ચાલી આત્માને અજવાળજો. તમારા દિલની ઉત્કટ ભાવના અને આતિથ્યપ્રેમ જોઈ અમારા મન મુદિત અને આત્મા આનંદિત બન્યા છે. આવી સેવાવૃત્તિ હંમેશને માટે રાખી અમારા શીખવેલા નવકારમંત્રનું સ્મરણ કરતાં મેહનિદ્રિત આત્માની ઉજાગર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org