________________
-
-
-
-
સાત્વિક જીવનના તેજ પિલે સાથે ત્યાંથી પ્રયાણ કરી ગયે હતો. એ સાર્થના પગલે પગલે ચાલતાં અમે માર્ગના અજાણ હોવાથી મૂળ માર્ગ ચૂકી ગયા અને ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા.” આટલી બધી મુશ્કેલી વેઠી હોવા છતાં મુનિઓના પ્રશાંત વદન પર એ સાથે તરફ જરાય રેષની રેખા ન હતી. આ જોઈ નયસારના દિલમાં મુનિઓ પ્રત્યે પૂજ્યભાવ જાગ્રત થયે. મુનિઓની સહનશીલતા અને ક્ષમાભાવનાનું પ્રતિબિંબ નયસારના દિલમાં અંકિત થઈ ગયું. અકારણ મુનિઓને કષ્ટમાં નાખવા બદલ એ સાથે પ્રત્યે ગુસ્સે પણ આવી ગયે; છતાં મહાતપસ્વી અતિથિઓના આતિથ્યસત્કારનો લાભ મળવાથી પોતાને ધન્ય માનતો નયસાર મુનિઓના ચરણયુગલમાં અહોભાવે નમસ્કાર કરતા બોલ્યો: “પૂજ્ય ! આજે મારા પુણ્યનો સૂર્ય સોળે કળાએ પ્રકાશિત થયો છે કે આપ જેવા પરમ ત્યાગી તપસ્વી સંત મારા અતિથિ બન્યા ! ભોજન સમયે પાત્રપષણની ભાવના ભાવતાં મને આપ જેવા સુપાત્ર સાંપડી ગયા! ફરમા પૂજ્ય! હું આપના શા સ્વાગત કરૂં?” નયસારના ભાવભર્યા વચન સાંભળી સસ્મિત વદને મુનિ બેલ્યા : મહાનુભાવ ! તમારે ભાવ એ જ અમારું સ્વાગત છે. સંત હંમેશ ભાવના ભૂખ્યા હોય. તમારો પ્રશસ્ય આદરભાવ અમારા અંતરને પ્રફુલ્લિત બનાવી જાય છે. ” મુનિઓની આવી નિસ્પૃહતા જોઈ વિશેષ સભા નયસારે કહ્યું : “મુનિરાજ !
આ જંગલમાં હું આપને અન્ય શું સત્કાર કરવાને હતા? વળી આપના આચાર વિચારથી પણ તદ્દન અનભિજ્ઞ છું. છતાં આ મધ્યાહ્ન સમયે અમારા માટે તૈયાર કરેલા ભેજનું પાણી આપને લાગે તે રીતે સ્વીકારે તો મારે નિત્ય નિયમ જળવાય. આપના જેવા સુગ્ય સુપાત્રે મારા હાથે અન્નદાન અપાય તે મારા જેવા રંકને ભવભવનું પુણ્યરૂપ પાથેય સાંપડી રહે!”
મુનિઓએ પણ નયસારના દિલની સંભાવના પીછાણું હાથમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org