________________
સાત્વિક જીવનના તેજ
[૩] અન્યને જમાડીને જમવું એ આર્ય સંસ્કૃતિનો ધર્મ છે. જન્મથી એ સંસ્કારને વરેલા નયસારે પંક્તિભેદ વગર ના ભાણ પિરસાવ્યા, સાથે તેમનું ભાણું પણ તૈયાર થયું. સી ઉચિત રીતે જમવા બેસી ગયા, પણ નયસાર કઈ વિચારમાં ડૂબી ગયાઃ “ઘેર તે હું રોજ કઈ અતિથિને જમાડીને પછી જમું છું પણ આજે આ અટવીમાં મારો નિયમ કેમ જળવાશે?” છતાં શ્રદ્ધાળુ અંતરમાં આશાનું કિરણ ચમતું હતું ! ભર્યા ભજનના ભાણે બેસીને નયસાર કેઈ આગન્તુક અતિથિની રાહ જોવા લાગ્યા. તેમની ટેવાયેલી આંખે જંગલની ચારે બાજુ ફરવા લાગી. ઉત્કટ ભાવના કદી ફળ્યા વગર રહેતી નથી. નયસારની ચબરાક આંખમાં દૂરથી આવતાં કેઈ આગન્તુકે સમાઈ ગયા. હર્ષની અનેરી ચમક સાથે સફાળા ઉભા થઈ ગયા! ભાવવિભેર બની ખુલ્લા પગે અતિથિની દિશા સામે દોડ્યા! અતિથિને સંગમ થતાં તેમને મન મરેલો નાચી ઉઠ્યો! વેશભૂષાથી તેમને ઓળખી કાઢ્યા......અહા ! આ તે બે જૈન મુનિઓ! અતિથિદર્શનથી ક્ષણભર દિલ ડેલી ઉઠયું, સાથે દેહ પણ! વેત પણ મેલાઘેલા વસ્ત્રોથી આચ્છાદિત જેમના તનબદનપર પ્રસ્વેદ બિન્દુએ નિતરી રહ્યા હતા, સાથે બ્રહ્મચર્યના દિવ્ય તેજ પણ જેમના ભાલ પ્રદેશ પર ચમકી રહ્યા હતા, ગ્રીષ્મઋતુના ભયંકર તાપથી જેમનું તેજસ્વી વદન લાલચોળ બની ગયું હતું અને અંગારા ઝરતી ધરતી જેમના ચરણને આગકણિયા ચાંપી રહી હતી, ખભાપર પાત્ર અને પુસ્તક, દેહપર બાંધેલી ઉપધિ, કમ્મરપર બાંધેલ રજોહરણ અને હાથમાં દંડ ધારણ કરીને ધીરે પગલે સ્વસ્થતાથી ચાલ્યા આવતાં પુણ્યમૂર્તિ સમા બે અતિથિએને જોતાં જ નયસારના નયનમાં હર્ષના આંસુ ઉભરાયા ! જૈન મુનિઓના માર્ગથી અજાણ હેવા છતાં ધીરગંભીર મુનિઓ પ્રત્યે અને ભાવ ઉભરાયે! સમીપ આવતાં મુનિઓના ચરણમાં સહસા ઝુકી પતાં નયસારે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org