________________
[૨]
શ્રી મહાવીર જીવનજ્યોત તેજ ઉભરાઈ રહ્યા હતા. પરિચિત વર્ગમાં નયસારની એક પુરુષ વિશેષ તરીકે ગણના થતી.
આર્ય સંસ્કૃતિના સંસ્કારોથી રંગાયેલા નયસારને કુલપરંપરાથી ચાલ્યા આવતે, અન્યને જમાડીને જમવાને એક પ્રશસ્ય નિયમ હતો. એના વિશાળ હૃદયમાં આતિથ્યપ્રેમ અને ઉદારતાના દિવ્ય ઝરણાં વહી રહ્યા હતા. રાજાની વફાદારીપૂર્વક એ ગ્રામમૂખી નયસારના જીવનની સર્વ ક્ષણે સુલક્ષણી અને સર્વતેજભરી પસાર થઈ રહી હતી.
એક વખત ગ્રીષ્મઋતુના સમયે શત્રુમર્દન રાજાને સારી જાતના કાષ્ટની જરૂર પડતાં કાષ્ઠપરીક્ષક નયસારને મનપસંદ કાષ્ટ મેળવી આપવા આજ્ઞાપત્ર આવ્યા.
રાજહુકમને માન આપી કાર્યનિષ્ટ પરિજનવર્ગ અને ગાડા વગેરે જોઈતી સામગ્રી સાથે નયસાર એક મેટા જંગલમાં ગયે. કુશાગ્ર બુદ્ધિથી પરીક્ષાપૂર્વક યોગ્ય વૃક્ષે પસંદ કરી કરવાને કષ્ટ કાપવાને આદેશ કર્યો. આજ્ઞાધિન નાકરવર્ગ પણ એ કામમાં લાગી ગયું અને ધડીમ....ધડીમ...કપાતા કોને ગંજ ખડકાવા લાગે.
મધ્યાહ્ન સમય થતાં દયાળુ નયસારે સૌને ભેજન માટે આમંત્રણ આપ્યું. સાથે લાવેલા રયાએ તુને અનુકૂળ ભેજન સામગ્રી તૈયાર રાખી હેવાથી કેઈપણ જાતના ભેદભાવ વગર બધા એક વૃક્ષની છાયામાં હાથ, પગ, મેટું સ્વચ્છ કરી જમવા બેઠા. નયસાર પણ એક મંડલાકાર વૃક્ષની છાયામાં ભેજન માટે ઉપસ્થિત થયે. ગ્રીષ્મ ઋતુ હોવાથી સુધા અને તૃષાએ બમણા જોરથી દરેકના માનસપર સામ્રાજ્ય જમાવ્યું હતું. ભૂખ લાગવી અને ભેજન કરવું એ શરીરને ધર્મ છે. પણ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org