________________
૫૫
ધર્મ પ્રત્યે રસ ધરાવનાર કેઈ પણ વ્યક્તિ પૂજ્યશ્રીને સંપર્કમાં થોડો સમય પણ આવે તે હું ખાત્રીપૂર્વક કહું છું કે તેઓશ્રીના ધર્મ ઉપદેશથી તેવી વ્યક્તિના અશ્રદ્ધાળુ માનસમાં અચૂક પરિવર્તન આવે છે અને તે આત્મા જીવન ઉત્કર્ષ માટે સદા જાગૃત રહે છે. સમય અને સંગને અનુસરીને પૂજ્યશ્રી ધાર્મિક કાર્યો કરાવવાની જે કુનેહ ધરાવે છે તે અજોડ છે. તેઓશ્રીના શબ્દકોષમાં “નહિ થઈ શકે” “ ન બની શકે એવા નિરાશાજનક શબ્દ છે જ નહિ. કાર્ય હાથ ઘરો અને તે અચૂક સફળ થશે એવી શ્રદ્ધાના રણકાર સાથે તેઓશ્રી કાર્ય હાથ ધરવા સૂચવે છે, અને ખરેખર તે કાર્ય સફળ બને છે. શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કરી શકે એવી અગાધ આત્મશ્રદ્ધા અને શક્તિ ધરાવનાર એવા પૂજ્યશ્રીને અમારા ફેટિ કોટિ વંદન હો. પૂજ્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન અમારા સંઘના કેઈ પણ ભાઈ બહેને તરફથી તેઓશ્રીને અથવા તેઓશ્રીના શિષ્યા સમૂહને મનદુઃખ થયું હોય તે તેને સંઘ તરફથી મિચ્છામિ દુક્કડમ આપું છું. પૂજ્યશ્રી પણ અમારા અવિનય બદલ ક્ષમા આપે એવી વિનંતી. તેઓશ્રીના આ વિદાયમાનની અમે સફળતા ઈચ્છીએ છીએ.
છેલ્લે પૂજ્યશ્રીના સુઅભ્યાસી અને આવા કઠીનમાં કઠીન અભ્યાસમાં પારંગત રહી સફળતા મેળવનાર પૂજ્યશ્રી સુનંદિતા શ્રીજી મહારાજને પણ જ્ઞાનની સફળતા બદલ વારંવાર વંદના સાથે અનેકશઃ ધન્યવાદો આપીએ છીએ. અને ભવિષ્યમાં પણ જ્ઞાનમાર્ગમાં આગેકદમ ભરતાં જ્ઞાનના શિખરને સર કરતાં રહે એવી શુભેચ્છા સાથે અમારા સંઘ તરફથી શુભાશિષ વ્યક્ત કરીએ છીએ અને સંપૂર્ણ સફળતા ઈચ્છીએ છીએ.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org