________________
૫૩
લોકાગચ્છના આગેવાન ભાઈઓને આ હકીકતની જાણ થતાં આ અભિનવ તકને વધાવી સાધવીશ્રીનું ઉચિત સન્માન કરવાની ભાવના જાગતાં સંસ્થાના પ્રાણભૂત મનાતા સેક્રેટરી શ્રી પ્રાણજીવનભાઈએ ટ્રસ્ટીગણ અને કાર્યકર્તાઓની અનુમતિ પૂર્વક કા. સુ ૧૩ ના દિવસે સન્માન સભાની આયેાજના સાથે પૂજ્યશ્રીનું ચાતુર્માસ પણ યશસ્વી નિવડતાં તે નિમિત્તે તેમજ પૂજ્યશ્રી ૨૦૩૨માં ગુજરાત તરફ પધારવાના હેઇ એને અનુલક્ષીને તેમને ભવ્ય વિદાયમાન સભાની યોજના કરી.
કા. સુ. ૧૩ રવિવારના શુભ દિવસે સભામાં પધારવા માટે આમંત્રણ અપાયા તે દિવસે નિશ્ચિત સમયે એક પછી એક આગેવાને પધારતાં રહ્યા. તેમાં મુખ્યતાએ શ્રી લેકાગછને સકલ સંઘ, તેમ કટ વેતાંબર મૂર્તિપૂજક સંઘના આગેવાને કે જેઓએ આ ત્રણે ચાતુર્માસમાં તન, મન, ધનથી યશસ્વી કાળો નોંધાવ્યો હતે; તે સંઘમાં મુખ્યશ્રી ગુલાબચંદભાઈ, શ્રી ચુનીલાલભાઈ, તેમજ અન્ય સંભાવિત ગૃહસ્થ, તથા કેટ સ્થાનકવાસી સંઘના આગેવાને, કચ્છી જૈન સંઘના અગ્રગણ્ય ભાઈ બહેને, તથા બહારથી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી, શ્રી શાંતિલાલ કેશવલાલ ઝવેરી વગેરે, તેમ હિંદમાતા કટપીસ બજારના આગેવાને, મુલુન્ડ અને ચેમ્બર શ્રી પાર્ધચંદ્ર ગચ્છ જૈન સંઘ મુંબઈના આગેવાન વગેરેથી ઉપાશ્રય ભરચક ભરાઈ જતાં બરાબર ૯-૩૦ કાર્યક્રમની શરૂઆત થતાં એક પછી એક વક્તાઓએ સુવાચ્ય શૈલીથી પૂજ્યશ્રીની ગુણલાઘા, અને ધર્મ પ્રભાવકતાને બિરદાવી પોતાના શિષ્યા સાધ્વીજીઓને અભ્યાસ માર્ગે આગળ વધારવાની કુનેહભરી દષ્ટિને વધાવી હતી. સાથે અભ્યાસક્તા સાધ્વીજી શ્રી સુનંદિતાશ્રીજીને આવી જવલંત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org