________________
૫૧
શ્રી પાર્ધચંદ્ર ગચ્છીય ભાઈ બહેને તરફથી નીવીની તપસ્યા પૂર્વક સ્વ પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની સ્વર્ગારેહણ તિથિ ઉજવાઈ હતી. લેકાગછ તરફથી નીવીવાળાને રૂપીઆની પ્રભાવના થયેલ. તે દિવસે સાંતાક્રુઝવાળા સરોજબેન તરફથી સંઘપૂજન થયેલ અને તેમના સૂરીલા કંઠે ગુરુગીતે ગવાતાં વાતાવરણમાં ભાવવિભેરતા છવાઈ હતી. આ માસની આયંબીલની ઓળી પણ સુંદર રીતે ઉજવાઈ. ચેમ્બર પધાર્યા :
પૂજ્યશ્રીના સુવ્યાખ્યાની સુશિષ્યા પૂ. સાધ્વી શ્રી સુમંગળા શ્રી જી મ. ઠાણું ૪ ચેમ્બરમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્ય તેઓશ્રીના પરમ તપસ્વિની શિષ્યા પૂ. શ્રી ક૯પતાશ્રીજી મહા રાજે ૫૧–પર બે ઓળી વર્ધમાન તપની એક સાથે કરતાં તેના પારણા પ્રસંગે પૂજ્યશ્રી આસો સુદ ૧૩ના ચેમ્બર પધારતાં ત્રણ દિવસના મહોત્સવ પૂર્વક પારણા પ્રસંગ ધામધુમથી ઉજવાયે. સાંજી, પૂજા, પ્રભાવનાના કાર્યક્રમ સાથે તપસ્વીએ તપનું પારણું કર્યું. શાહ વસનજીભાઈ કાનજીના ઘેર સકલ સંઘ સાથે વાજતે ગાજતે ગુરુના અને તપસ્વીના પગલા કરાવી જ્ઞાનપૂજન, ગુરું પૂજન, પ્રભાવનાપૂર્વક તપસ્વીના પારણને લાભ સારી રીતે લેવાયા. એ પ્રસંગની શોભા પણ ઓર બની હતી.
ત્યાંથી પુનઃ કેટ પધારતાં દીવાળી, બેસતું વર્ષ વગેરે પર્વ દિન ભાવપૂર્વક ઉજવાયા. જ્ઞાનપંચમીના દિવસે ત્યાંની બાળા
એ પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુ મહાવીરના મોક્ષગમનની અને નવપદજીની સુંદર રંગેાળી તથા જ્ઞાન પ્રદર્શન ગોઠવતાં સકળ સંઘના ભાઈ બહેનેએ જ્ઞાનની આરાધના કરી પૂર્ણ ખુશાલી વ્યક્ત કરી હતી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org