________________
વીજું થાતુર્માણ સં. ૨૦૩૧ઃ
આ રીતે બબ્બે ચાતુમમાં આનંદ મંગળ વતી જતાં શ્રી લેકાગચ્છ જૈન સંઘના આગેવાને ખૂબ જ આનંદિત બન્યા. બે વરસની જેમ ત્રીજા વરસે પણ જો એ જ લાભ મળી જાય તે રંગ રહી જાય, એમ વિચારીને ત્રીજા વરસે પણ સંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસને લાભ આપવા ખૂબ જ આગ્રહ કર્યો. પણ સંગે અનુકૂળ ન હોવાના કારણે આ વરસે લેકાગચ્છ સંઘને નિરાશ થવું પડ્યું, પણ ચોથા વરસે તે અવશ્ય લાભ આપ જ પડશે એવી જોરદાર વિનંતી કરતાં પૂજ્યશ્રીને ફરજિયાત સંઘની ભાવભીની વિનંતીને સ્વીકાર કરે પડ્યો.
વિ. સં. ૨૦૩૧ના અષાડ સુદ પાંચમના ચાતુર્માસ પ્રવેશ નિર્ણિત થતાં સંઘના પ્રમોદને વધારતા પૂજ્યશ્રી પૂનિત પગલે અનરી રોનક સાથે ચાતુર્માસ પ્રવેશ કરતાં લેકાગચ્છ સંઘના હૈયામાં ભારે ઉમંગ ઉછળી પડયો. ધર્મરંગના અમી છાંટણા વેરતે પ્રવેશ મહત્સવ ઉજવાયો, ધગધગતા તાપથી વ્યાકુળ થયેલી ધરતીને જેમ વર્ષાઋતુ શાંત કરે તેમ શ્રી કાગચ્છ સંઘે પ્રવેશ મહોત્સવમાં ભાગ લેનાર દરેક આગંતુકનું જૈન આઈસ્ક્રીમથી સ્વાગત કર્યું. સર્વત્ર શીતલતા પથરાઈ ગઈ
ગત ચાતુમસેની જેમ આ ચાતુર્માસમાં પણ ધર્મની આહલેક જામી. વ્યાખ્યાનમાં પ્રશ્ન વ્યાકરણ સૂત્ર અને પૃથ્વીચંદ્ર ચરિત્ર, નગીનભાઈ તથા નરભેરામભાઈ તરફથી વહોરાવવાની વિધિપૂર્વક વાંચન દરરોજ માટે ચાલુ થયું. કેટિશીલા તપ, અષ્ટ મહાસિદ્ધિ તપ, સમવસરણ તપ, છઠ્ઠની તપસ્યા વગેરે અનેક તપ થયા. એક જ ઠેકાણે એકાસણુની વ્યવસ્થા ભક્તિ.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org