________________
બોલાવી હતી. કાગચ્છ ઉપાશ્રયમાં પગપાળા યાત્રિકોને એ ભાઈ તરફથી જમણ આપવામાં આવેલ. આમ આખુંય ચાતુર્માસ એક પછી એક ધર્મકરણીઓથી ધમધમતું રહ્યું હતું. બોરીવલી પૂ શ્રી સુયશચંદ્રજી મ. સા.ને વંદન કરવા સંઘ ગયો હતે.
આ માસની આંબિલની વ્યવસ્થા ઉપાશ્રયમાં રાખવામાં આવતાં નવે દિવસ પ્રભુ પધરાવી સ્નાત્ર પૂજા વગેરે સિદ્ધચક્રજીની સુંદર ક્રિયાપૂર્વક આરાધના કરવામાં આવી હતી. છેલ્લે દિવસે નવપદયંત્રની અક્ષતથી આલેખન કરી નવપદજીની પૂજા ભારે ઠાઠથી ભણાવવામાં આવી હતી. | દિવાળીના દિવસોમાં બાલિકાઓએ પાવાપુરી જલમંદિરની રંગ બેરંગી રંગેળીની આબેહુબ રચના અને જ્ઞાનપંચમીના જ્ઞાનની આલેખના પણ અતિ સુંદર કરી હતી. પાવાપુરી જલમંદિર જેવા માટે રોજ લેકની ઠઠ્ઠ જામતી.
ચૈમાસી આરાધના બાદ કા. વ. ૧ના દિવસે અ.સૌ. શ્રીમતી મીઠીબેન ગાંગજી સહકુટુંબની આગ્રહભરી વિનંતિથી તેમના ઘેર ભારે ધામધૂમથી ચાતુર્માસ પરિવર્તન થયેલ. માંગલિક પ્રવચન બાદ જ્ઞાનપૂજન, ગુરુપૂજનપૂર્વક કામળીઓ, કાપડ, હવણી વગેરે વહેરાવ્યા પછી સંઘભક્તિ કરી એ દંપતિએ પિતાની સત્કમાણીને સદ્વ્યય કરી અને લાભ લીધે હતે.
આ રીતે ધર્મપ્રવૃત્તિથી મઘમઘાયમાન ચાતુર્માસ પૂર્ણ કરી વસંતપ્રભાશ્રી ઠાણ ૪ ગુરુનિશ્રામાં મુલુન્ડ પધાર્યા હતા.
આ બીજા ચાતુર્માસમાં લેકાગચ્છ સંઘના અને કચ્છી ભાઈ બહેને સંઘરૂપે પાલીતાણા વગેરે યાત્રા નીકળતાં ખંભાતમાં સાધ્વી શ્રી સ્વયં પ્રજ્ઞાશ્રીજી મને વંદન કરવા જતાં ખંભાતના શ્રી પાર્શ્વગં ગચ્છ સંઘનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org