________________
૪૫
પ્રેરણાથી ઘણા ભાઈ બેને ત્યાં વંદનાથે જતાં હૈદ્રાબાદ સંઘે દરેક જાતની ઉચિત વ્યવસ્થા જાળવી હતી આ. સુ. ૭ના વૃજલાલ પી. શેઠ તરફથી ભારે ધામધૂમપૂર્વક અંતરાયકર્મનિવારણ પૂજા ઠાઠથી ભણવાઈ હતી.
નિયમિત પ્રવચનધારા ચાલુ હતી. તિથિના દિવસેમાં સ્વ. ગાંધી જીવણલાલ નાનજી ધ્રાંગધ્રાવાળા તરફથી જુદી જુદી પ્રભાવનાઓ થતી. દિવાળી પર્વ અને બેસતા વર્ષે પૂજ્યશ્રીના મંગલિક શ્રવણથી સંઘ ભાવવિભેર બન્યું હતું.
જ્ઞાનપંચમીને અનુલક્ષીને શ્રી સરસ્વતીદેવી, નવપદજી તથા સ્વસ્તિકની મંગળ રચના સાથે પહેલી જ વાર જ્ઞાનની અંદર આલેખના કરવામાં આવતાં સકલ સંઘ સાથે આશ્ચર્યાન્વિતભાવે આરાધના કરી સૌ આનંદિત બન્યા હતા.
કાર્તિક ચૌમાસીની આરાધના પૂર્ણ થતાં શ્રીમતી સાકરબેન વસનજી અને તેમના કુટુંબીજને તરફથી આગ્રહભરી વિનંતી ચાતુર્માસ પરિવર્તન માટે થતાં પૂજ્યશ્રી સકલ સંઘ સાથે વાજતે ગાજતે શ્રી પાર્ધચંદ્ર ગચ્છની સામાચારી મુજબ કાર્તિક વદ એકમના સવારના નવ વાગે તેમના નિવાસસ્થાને “ડાસા હાઉસ”માં પધાર્યા હતાં, તેમનું તથા સકલ સંઘનું ભાવભર્યું સ્વાગત થયું હતું. ચાતુર્માસની પૂર્ણાહુતિના પ્રસંગને અનુલક્ષીને મંગળ પ્રવચન આપ્યા બાદ એ ધર્મરાગી સકલ કબે ગુરુપૂજન, જ્ઞાનપૂજન, પૂ. ગુરુદેવને કામળીઓ, કાપડ વગેરે વહોરાવી દુધ કોલ્ડ્રીંકથી સકલ સંઘની ભક્તિ કરી ચાતુર્માસ પરિવર્તનને સુંદર લાભ લીધું હતું. મંગલ પ્રવેશ અને મંગલ પૂર્ણાહુતિપૂર્વક કાગચ્છ ઉપાશ્રયમાં થયેલ વેતાંબર મૂર્તિ પૂજક શ્રી પાર્ધચંદ્ર ગચ્છના વિદુષી સાધ્વીજીનું ચાતુર્માસ સારાચે
વન વિ જગત નિવાસ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org