________________
૪૩ દર્શન કરી ત્યાં ચાતુર્માસ બિરાજતા પૂ. શ્રી મહિમાપ્રભવિજયજી મ. સા ને વંદન કરી સ્થાનકવાસી સાવીજીને પણ સુખશાતા પુછવા પૂજ્યશ્રી સકલ સંઘ સાથે પધાર્યા હતા. ત્રણે સંઘના શ્રાવક શ્રાવિકાએ પોતપોતાની ક્રિયા મુજબ સંવત્સરી પ્રતિક્રમણ કરેલ. ભા. સુ. ૬ના દિવસે પૂજ્યશ્રીના ઉપદેશથી અ.સૌ. સ્વ. શ્રીમતી ઝવેરબેન પોપટલાલના સમરણાર્થે શાહ પોપટલાલ પ્રેમજી માટુંગાવાળા તરફથી છઠ્ઠથી માંડીને દરેક તપસ્વીઓના તપના પારણા શાતાપૂર્વક થયેલ. તે જ દિવસે શેઠ નેમિદાસ દુલભદાસ દીવવાળા તરફથી તેમના પુત્રવધૂ અ. સૌ. શ્રીમતી કલાવતીબેને કરેલ અઠ્ઠાઈ તપ નિમિત્તે સાજન માજન અને અનેક વાજીબેન ઠાઠ સાથે ભવ્ય રથયાત્રાને વરઘડે કાઢવામાં આવ્યો હતો. ચાંદીના રથમાં પ્રભુજી લઈને કળાવતીબેન બેઠા હતા. કેટવાસી ત્રણેય સંઘના આગેવાનો સાથે તપગચ્છ, લેકગચ્છ, સ્થાનકવાસી, પાર્ધચંદ્રગચ્છ અને અંચલ ગચ્છના દરેક નાના મોટા ભાઈ બેનેની હાજરીથી દેદીપ્યમાન લાગતી એ રથયાત્રા મુખ્ય રસ્તાઓ પર ધીરે ધીરે ચાલતી સ્થાનકવાસી ઉપાશ્રય પાસે આવતાં સ્થાનકવાસી સંઘના પ્રમુખ શ્રી જયસુખલાલ કોઠારીએ દરેક તપસ્વીઓને પ્લાસ્ટિકની, સુખડની પુષ્પ વગેરેની રંગબેરંગી માળા પહેરાવતા ઉપસ્થિત માનવ મહેરામણે જયજયારવના ગગનભેદી નાદ ગજાવ્યા હતા. આ રથયાત્રાની શેભા કેઈ ઓર જામી હતી. ફરીને ઉપાશ્રયે આવતાં સકલ સંઘે પરસ્પર ખમતખામણા કરી પૂજ્યના મુખે મંગલિક શ્રવણ કરી પ્રભાવના લઈ સહુ વિખરાયા હતા.
તપસ્વીઓનું બહુમાન :
ભા. સુ. ૮ના દિવસે તપસ્વીઓની બહુમાન સભા રાખે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org