________________
[ ૩૯૮ ]
શ્રી મહાવીર જીવન જીત ગુરુજને તરફથી ખાસ કેઇ લક્ષ્ય આપવામાં આવતું ન હોય એવું બહુધાએ જણાય છે. આજના દીક્ષાભાવી બાળકો ભાવિના તિર્ધરો બને એ માટે સક્રિય પ્રયત્ન કરે આવશ્યક છે.
એ માટે મૂળ પાયાનું જ્ઞાન આપી શકે, એવી ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓ ભારતભરમાં જુદા જુદા સ્થળે સ્થાપિત કરવામાં આવે.
બેને અને બાલિકાઓ પણ ઘણી સારી સંખ્યામાં સંસારની વિડંબનાઓથી વૈરાગ્ય પામી દીક્ષિત બનવા પ્રેરાય છે અને તેમનો દીક્ષા પ્રસંગ ચતુવિધ સંઘની અપરિમિત હાજરીમાં માનભેર અને ઉમંગભેર ઉજવાય છે. પણ સાધ્વીજીવનમાં પ્રવેશી ગયા પછી તેની ઉપેક્ષા પણ એટલી જ જોવામાં આવે છે. મૂળભૂત સંસ્કાર અને જ્ઞાનથી વંચિત બની ચતુવિધ સંઘનું બીજું અંગ સીદાય છે પણ તેની જાણે કોઈને પરવા જ નથી !!! આ શાસન મહાવીરનું છે, આ ધર્મ મહાવીરને છે, આ દીક્ષા પણ મહાવીરની જ છે! તે પછી એ દીક્ષિત આત્માઓને મહાવીરની શિક્ષાથી શા માટે વંચિત રાખવા ? દીક્ષા અને ભિક્ષાને જેટલે સંબંધ છે, તેનાથી અનેકગણે શિક્ષા સાથે સંબન્ધ હે જોઈએ. એ માટે દીક્ષાથી એને અને બાલિકાઓ માટે ભારતભરમાં જુદા જુદા સ્થળે સર્વાગી વિકાસ થાય તેવા જ્ઞાન સંપાદન માટે ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓની અતિ આવશ્યકતા છે.
તેમજ દીક્ષિત બની ગયેલા સાધુ અને સાધ્વીજીઓ માટે સૌ સૌની શક્તિ અને પશમ મુજબ ફરજિયાત જ્ઞાન સંપાદન માટે ગુરુજને તરફથી પ્રેરણા અને આત્મ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org