________________
[ ૩૬ ]
શ્રી મહાવીર જીવન સ્વગચ્છનું મહત્ત્વ વધાર્યું છે. સાધુજને જે કામ કરી જાણે છે, તેવા જ કાર્યો સાધ્વીજીએ પણ કરી શકે છે. એટલું જ નહિ પણ અતિ સુગમતાથી અને સફળતાપૂર્વક કરી શકે છે, એમાં કોઈ જાતની ઓછાસ જણાતી નથી. તેથી જ “સૌ આત્મ સ્વરૂપે આત્મા છે ” એ પ્રભુ મહાવીરનું સિદ્ધ વચન હવે પ્રસિદ્ધ કરવાનો સમય આવી પહોંચે છે.
પ્રારબ્ધ પ્રમાણે પુરુષાર્થ, અને પુરુષાર્થ પ્રમાણે કાર્ય સિદ્ધિ સાંપડે છે. પણ એ કાર્યસિદ્ધિમાં અન્યની પ્રેરણા પણ અનિવાર્ય છે. એટલે પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રેરણું એ ત્રિવેણી સંગમ થતાં કાર્યસિદ્ધિમાં વેગ આવે છે અને સંપૂર્ણ તાની કોટીએ પહોંચી ઝળકી ઉઠે છે.
આપણું એટલે જૈન શાસનના પ્રારબ્ધ પ્રબળ છે. પણ પુરુષાર્થ પાંગળો છે અને પ્રેરણું અપૂતિ છે, તેથી જ એ ત્રિવેણી સંગમને સુમેળ સધાતું નથી. આજે જેન શાસનના ઝંડા નીચે દરેક ગછે એકત્ર થાય.... ગચ્છમાં સંપ્રદાયે એકત્ર થાય, અને સંપ્રદાયમાં સૌ વ્યકિતઓ એકત્ર થાય તે જ પ્રભુ મહાવીરનિર્વાણના પચીશમા શતાબ્દિમહોત્સવની ઉજવણીમાં પ્રાણ પુરાય... પણ... “ દિન કહાં ?” આમ છતાં પણ ચતુર્વિધ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા પિતપોતાની રેગ્યતા મુજબ અને પ્રભુ મહાવીરના ફરમાન મુજબ એક બીજાના પૂરક અને પ્રેરક બની શાસનસેવાની સુગમ રીતે અપનાવે તે પણ આ પચીશમી શતાબ્દિ મહેત્સવ સાર્થક બને...!
આજે જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં “તુંડે તુંડે મતિર્ભિન્ના” અને સૌ કહે મારું જ સાચું એવી જ રીતે દેખાય છે. તેથી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org