________________
સાધ્વી સંઘની મહત્તા
| [ ૩૫ ] પરિવારમાં માસક્ષમણ, સેળભત્તા, અઠ્ઠાઈઓ, ચત્તારિઅઠ્ઠ દશદયની તપસ્યા, વીશ સ્થાનક તપ તથા શ્રી વર્ધમાન તપની ઓળીઓ અને તે સિવાય નાની તપસ્યાઓ પણ ચાલુ જ હોય છે. આમ તપ, જપ, જ્ઞાન, ધ્યાન, લેખન, વ્યાખ્યાન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેમનો પરિવાર રત છે. તેમજ સંગીતના જાણકાર સાધ્વીજીઓ પણ છે. તે સિવાય બનારસ યુનિવર્સિટીની પરીક્ષા આપનારા અને ઈગ્લીશ હિન્દી વગેરે ભાષામાં વ્યાખ્યાનકાર એક સાધ્વીજી છે. આ બધા સાધ્વીજીઓ. સૌ પોતાની આગવી શકિતથી એક બીજાના પૂરક બની જેન શાસનમાં, તેમ શ્રી પાધચં. દ્રગચ્છમાં અનેરી આભા ચમકાવી રહ્યા છે.
તેઓશ્રીએ પિતાની પ્રતિબધશકિતથી એક કુટુંબને પ્રતિબોધીને અનેરી ધામધૂમ સાથે નાયગામ દાદરમાં પચીશહજાર ઉપરાંત જનમેદની વચ્ચે એક સાથે એક કુટુંબ બની છ દીક્ષાઓ કરાવી માત્ર મુંબઈમાં જ નહિ.... પણ સારાય જેન જગતમાં જૈન શાસનને ડંકો વગડાવ્યા....એ સિવાય અન્ય બીજી પાંચ દીક્ષાઓ ચેમ્બુરના આંગણે કરાવી. આઠ વરસમાં મુંબઈના આંગણે તેઓશ્રીના ઉપદેશથી તેમની પાવન નિશ્રામાં અગીયાર દીક્ષાઓ થઈ તેમ જ નાલાસોપારામાં જૈન મંદિર અને ઉપાશ્રયની રચનામાં મહત્વભ ફાળો આપી એક નવું સ્થાન તૈયાર કરાવ્યું. ખારમાં પણ જિનમંદિર માટે સફળ ઉપદેશ આપે. મુલુન્ડમાં શ્રી પાશ્વચંદ્રસૂરિ જ્ઞાનમંદિરના નિર્માણ માટે શ્રાવકોને જાગૃત કરી સફળ ઉપદેશશકિતથી જોઈતા નાણુ એકત્ર કરાવી સાધ્વી શકિતનું સત્ય દર્શન કરાવ્યું. તે સિવાય અનેક પુસ્તકો પ્રસિદ્ધ કરી સાહિત્યની સુંદર સેવા બજાવી જેનશાસનનું અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org