________________
[ ૩૯૪ ]
શ્રી મહાવીર જીવનત સાધ્વીરનો પિતાની શક્તિ પ્રમાણે આરાધનાના અમૃતથી જીવનપ્રભા ચમકાવી રહ્યા છે. કેઈ લેખિકા કવિયત્રી છે. કોઈ વ્યાખ્યાનકારિકા છે.... કોઈ પોતાના અભ્યાસમાં મસ્ત છે....તેમ કોઈ કઠિન તપમાં જીવન ઝુકાવી આત્માનંદ મેળવે છે. કેઈ સેવા, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ વગેરે અનુપમ ગુણેથી આત્માને અલંકૃત કરી સાધનાનું અમૃત પચાવવા પ્રયત્નશીલ છે. આ લેખિકાને પણ તેઓશ્રીનું મંગળ સાન્નિધ્ય અને જ્ઞાનશક્તિ ખીલવવા માટે અને સૌભાગ્ય સાંપડ્યું છે.
- પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ વિ. સં. ૨૦૨૩માં મુંબઈના આંગણે પાવન પગલે પધાર્યા. સૌ પ્રથમ પાલાગલી ભાતબજારમાં ચાતુર્માસ કરી સમસ્ત મુંબઈમાં ડંકો વગાડી દીધા. તેમના પરમ તપસ્વિની છઠ્ઠા નંબરના શિષ્યા સાધ્વી શ્રી સ્વયં પ્રજ્ઞાશ્રીજીએ એકાવન ઉપવાસ જેવી અતિ દીર્ઘ તપસ્યા કરી સૌના મન ડેલાવી દીધા ! બીજુ માટુંગા, ત્રીજું પૂના, ચેાથે ચેમ્બુર, પાંચમું ઘાટકોપર, છઠું કોટ લેકાગચ્છ ઉપાશ્રયમાં, અને સાતમું આઠમું મુલુન્ડ નૂતન શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જ્ઞાનમંદિરમાં કર્યું. આ આઠે ચાતુર્માસ ભારે ધર્મ આરાધનાભર્યા વીત્યા, એક એક ચાતુર્માસે અનેકવિધ તારક કરણીઓથી ઓપી ઉઠ્યા. તે સિવાય પણ પિતાના વિનિત શિષ્યામંડળમાંથી ઠાણાઓ મેકલી, નાલાસોપારા અગાસી તીર્થ, થાણું તીર્થ, જુહુ પારલા વગેરેમાં ચાતુર્માસે કરાવી, અને ચાતુર્માસ દરમ્યાન દાદર, હેઅર પરેલ, ચુનાભઠ્ઠી, જુહુ પારલા વગેરે અનેક સ્થળમાં પર્યુષણની આરાધના કરાવવા સાધ્વીજી એને મોકલી આરાધનાને લાભ અપાવ્યું. તેમના શિષ્યા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org