________________
સાવી સંઘની મહત્તા
[ ૩૯૧ ] જડાઈ ગયેલી વિસંવાદિતા દૂર કરી, સમજુ નારીવગે તેને સ્વીકાર કર્યો અને વિનમ્રતાની તેમ સહનશીલતાની મૂતિ બની આત્મિક સ્વતંત્રતા તરફ ઝુકાવ્યું. આમ બનવા છતાં પૂર્વના જામી ગયેલા સંસ્કાર તદ્દન ભુંસાયા નહિ. તેથી અત્યારે પણ જૈન શાસનમાં ઘણે અંશે સાધ્વીજી વગને પિતાની આત્મશકિત જાગૃત કરવામાં પાછી જ રહેવું પડયું છે. પાર્વચંદ્રગ૭, શ્રી ખરતરગચ્છ, શ્રી અંચલગચ્છ, તેમ જ સ્થાનકવાસી સંઘમાં સાધ્વીવર્ગનું મહત્ત્વ સચવાતું આવ્યું છે. માત્ર તપગચ્છના અમૂક વિભાગ સિવાય સાધ્વીજીવર્ગને સભામાં પાટ પર બેસી વ્યાખ્યાન આપવાની છુટ હોવાથી અભ્યાસ, વાંચન, ચિંતન અને મનનમાં કંઈક પ્રગતિ જણાય છે. પણ તપગચ્છ વિશાળ છે. એમાં ઘણું સાધ્વીરને પાણીદાર મેતિ સમાન ચમકે છે. જે તેમને જોઇતી સગવડતાને ઓપ આપવામાં આવે તે ઘણું રત્ન બહાર આવે અને જૈન શાસનને ચાંદ સેળે કળાએ ખીલી ઉઠે !
શ્રીમન્નાગપુરીય બૃહતપાગચ્છ(શ્રી પાર્ધચંદ્રગચ્છ)માં સાધ્વીજી વર્ગનું સન્માન સારૂ સચવાતું રહ્યું છે. આજથી સત્તાવન (૫૭) વર્ષ પહેલાં દીક્ષિત બનેલા [ લેખિકાના દાદીગુરુ] પૂ. પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ વરસોથી શાસનસેવા બજાવતા આવ્યા છે. વિ. સં. ઓગણીસસે અઠ્ઠાવનની સાલમાં જન્મ લઈ વિ. સં. ઓગણીસસે ચુમેતેરમાં અમદાવાદ મુકામે [ સંસારી ફેઈ] પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી આગમ અભ્યાસમાં આગળ વધી વકતૃત્વશકિત અને નિડરતાના ઘોષથી જગતને નારીશક્િતનો પરિચય કરાવ્યું. કલમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org