________________
ભાઈ બહેને તરફથી પણ જુદી જુદી ઘણું પ્રભાવનાઓ આપવામાં આવી હતી. છેલ્લે વ્રતધારીઓ તરફથી પેંડાની પ્રભાવના અને આવનાર મહેમાને માટે અલ્પાહારની સગવડતા રાખવામાં આવી હતી. બપોરના શાહ તુલસીદાસ નાનજીભાઈ તરફથી પૂજા ભણાવાતાં શ્રી શાંતિનાથજી સ્નાત્રમંડળના ભાઈઓએ ભારે રમઝટ જમાવી હતી. બાળકેએ દાંડીયા, દીવા, ચામર આદિના નૃત્યપૂર્વક સારી રમઝટ જમાવી હતી. છેલ્લે લાડુની પ્રભાવના હતી. વ્રતધારીઓ અને નિયમધારીઓએ પણ સાધારણ ખાતામાં સારી રકમ ભરાવી હતી.
પર્યુષણ પર્વ, તપસ્યા અને આરાધનાની રોનક :
પર્યુષણ પર્વ પધારે અને તપના તેજ છલકાય. આરાધના વધારે અને સહુ પિતાની શક્તિ અનુસાર જીવન સુધારે તેવી ક્રિયાઓમાં ઝંપલાવે. પૂજ્યશ્રીના નવદીક્ષિત શિષ્યા સાધ્વીશ્રી સરંજિતાશ્રીજી એ પર્વના સ્વાગત કરવા સોળ ઉપવાસથી તપસ્યા આદરી હતી. સાથે જોડાયા હતા અ.સૌ. ભાણબાઈ વેરશી. બંનેના ઉપવાસ શાતાપૂર્વક આગળ વધતા હતા. પર્વના પહેલા દિવસથી જ આ તપ નિમિત્તે સાંઓની હેલી શરૂ થઈ ગઈ. અડ્રાઈધરના પ્રથમ દિવસે સવારમાં વ્યાખ્યાન અને બપોરે મીઠીબેન ગાંગજી તરફથી સાધ્વીજીના તપ નિમિત્તે સાંજી હતી અને રૂમાલની પ્રભાવના. બીજા દિવસે સવારમાં વ્યાખ્યાન અને બપોરે શાહ જખુભાઈ મુળજી કચ્છ ભાડીયાવાળા તરફથી સાંજીમાં શ્રી શાંતિનાથજી મહિલામંડળની બેનેએ તપના ગીની રમઝટ જમાવી અને શ્રીફળની પ્રભાવના. ત્રીજા દિવસે સવારમાં વ્યાખ્યાનમાં શ્રી કલપસૂત્ર વહોરાવવાનું અને પૂજન વગેરેનું ઘી બેલાતાં વેરશીભાઈએ રાત્રિજાગરણ પૂર્વક થિી પધરાવી. બીજે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org