________________
વડગચ્છની વિભૂતિઓ
[ ૩૮૫ ] મહારાષ્ટ્ર વગેરે અનેક સ્થળમાં વિચરી ઉપદેશ આપી પોતાના જ્ઞાનને યથાર્થ લાભ આપે. તેમનું શાસ્ત્રીય જ્ઞાન અદ્દભુત હોવાથી વાદશકિત પણ કમનીય હતી. ધર્મચર્ચા કરનાર અને કોને સત્ય ધર્મ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. લીંબડીના નરેશને પ્રતિબોધ આપે તેમ કચ્છ પ્રદેશના રાજાને પણ ધર્મની પ્રાપ્તિ કરાવી. કચ્છના પાટનગર ભુજ શહેરમાં થયેલ ચાતુર્માસ અને મળેલ રાજમાન હજી પણ ત્યાંની જનતા ભાવવિભોર હૈયે યાદ કરે છે. અંચલ ગચ્છના અગ્રેસર શ્રી ગૌત્તમસાગરજી મહારાજે યતિપણુથી બહાર નીકળી તેમની નિશ્રામાં તેઓશ્રીને ગુરુપદે સ્થાપી મુનિપણની દીક્ષા લઈ અંચલગચ્છમાં કિદ્ધાર કર્યો.
દીક્ષા લેતી વખતે એ મુનિએ અનુજ્ઞા માગી કે આપ મારા દીક્ષાદાતા ગુરુ અને હું આપને શિષ્ય, પણ ક્રિયા અંચલગચછની કરીશ. ત્યારે મહા ઉદાર અને ગંભીર ગુરુદેવે તેમને આનંદપૂર્વક અનુમતિ આપી તેમ કરવા ફરમાવ્યું. અહા ! કયાં એ ગુરુની ઉદારતા અને કયાં આપણું મનોદશા ! પિતાનાજ શિષ્યને અન્ય ગચ્છની ક્રિયા કરવાનો આદેશ આપનારા ગુરુજને આ કાળમાં કેટલા? અદ્દભુત શકિતસંપન્ન શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મ.સા. જેવા કેઈ વિરલ
વ્યક્તિ જ આવી ઉદારતા દર્શાવી શકે. ધન્ય એ ગુરુ અને ધન્ય એ શિખ્ય !
શ્રી કુશલચંદ્રગણીશ્વરજીની સૌમ્યમૂર્તિ પણ પરોક્ષ રીતે અંતરપટમાં પ્રેરણા પુરી રહી છે. કચ્છ કડાય ગામમાં જન્મ પામી પાલીતાણામાં દીક્ષા સ્વીકારી ઘણું વરસ સુધી નિર્મલ ચારિત્ર પાળ્યું. તે વખતના શ્રી ભાતૃચંદ્રજી મહા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org