________________
[ ૩૮૪]
શ્રી મહાવીર જીવનત હાથે અનેક ગામમાં પ્રતિષ્ઠાઓ અને પુનઃ પ્રતિષ્ઠાઓના મહોત્સવ ઉજવાયા છે. મંત્રશક્તિના અદભુત જ્ઞાતા હોવાથી શાસન પર આવતા અનેક દેવી સંકટનો સામનો કરી પરાસ્ત કર્યા છે. કચ્છ દેશમાં મુંદ્રા શહેરમાં ચલિત પ્રતિમાજીને સ્થિર કર્યા. આવા અનેક ચમત્કારે તેમના જીવનચરિત્ર માંથી મળે છે. બધાનું વિવેચન કરવું અશક્ય છે, પણ તેઓશ્રીની પ્રભાવકતા અજોડ હતી એ નિઃશંક છે. તેઓશ્રીની નિશ્રામાં અનેક સંઘે નીકળ્યા છે. સાંભળવા મુજબ એક વખત ખંભાતથી શત્રુંજયના તેઓશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘમાં કઈ ગામડામાં પડાવ નાખતાં રાત્રીના સમયે ભયંકર ભૂતાવળને અનુભવ થયે, ત્યારે અજોડ મંત્રવેદી ગુરુદેવે મંત્રશકિતથી ભૂતના ટેળાને મંત્રબળથી મારી હઠાવ્યા. આવા પ્રભાવશાળી આચાર્યવર્યની નિશ્રામાં શ્રીમન્નાગપુરીય બૃહત્તપાગચ્છ [ શ્રી પાર્વચંદ્ર ગ૭ની મહત્તા નાની સૂની નથી.
તેઓશ્રી જન્મે વાંકડીયા વડગામ નિવાસી બ્રાહ્મણના પુત્ર હતા. પુન્ય સંગે ગુજરાત પ્રદેશમાં માંડલ ગામમાં મુફિતચંદ્રજી ગણીના સહવાસમાં આવી દીક્ષિત બન્યા. પણ તેઓશ્રીની દીક્ષા પછી ફકત છ જ દિવસે તેઓશ્રીના દીક્ષાદાતા ગુરુ કાળધર્મ પામ્યા. છ જ દિવસના દીક્ષિત સાધુએ માથે આધારસ્થંભ તૂટી પડ્યા જેવું દુઃખ અનુભવ્યું પણ આત્માની સાત્વિકતા કેળવી અન્ય સાધુજનેની નિશ્રામાં અભ્યાસમાં આગળ વધી સરલતાની મૂર્તિસમા પૂ. શ્રી કુશલચંદ્રજી ગણવરજીના સહગે ક્રિયા ઉદ્ધાર કર્યો. શ્રી પાર્વચંદ્રચ્છના અનુયાયી વગે તેમને પંચ પરમેષ્ટીના ત્રીજા પદે સ્થાપ્યા. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org