________________
વડગચ્છની વિભૂતિઓ
[ ૩૮૩ ] માગસર સુદ ત્રીજના દિવસે જોધપુરમાં સ્વર્ગવાસી થયા. અનુભવી ભતેના કહેવા મુજબ તેઓશ્રી અત્યારે બીજા દેવલોકમાં વસી રહ્યા સંભળાય છે. તેમના નામનું સ્મરણ કરનારના મનવંછિત પુરે છે. તેમ જ તેમના અનન્ય ભક્ત બટુક ભૈરવજી શ્રી ગુરુદાદાના ભક્તજનોને અનેક રીતે સહાયભૂત બનતાં જોવામાં અને સાંભળવામાં આવે છે. એ સૂરીશ્વરજીના નામથી ઓળખાતો શ્રી પાર્વચંદ્રગછ નાનો હોવા છતાં એની નમણાશ ઓછી નથી. આ નાનકડે ગરછ મારા તારાના ભેદથી અલિપ્ત છે. તેમાં ખાસ કરીને પરાપૂર્વથી ચાલી આવતી આ ગુરુદાદાની પ્રસાદી જ છે. તેમના પછી શ્રી સમારચંદ્રસૂરીશ્વરજી નિગ્રન્થચૂડામણિ બિરૂદધારક થયા. શ્રી રાજચંદ્રસૂરિ અને શ્રી વિમલચંદ્રસૂરિ ખંભાતમાં આચાર્યપદ પામ્યા. શ્રી જયચંદ્રસૂરિ અને શ્રી પદ્મચંદ્રસૂરિ રાજનગરમાં આચાર્ય થયા. તેમના સમયમાં સત્તરસો અઠ્યાવીશમાં પીળા વસ્ત્ર ધારણ કરનાર થયા અને પ્રતિમા ઉત્થાપક લેકામાંથી હુંઢીયા પણ ત્યારે થયા. તે પછી મુનિચંદ્રસૂરિ, શ્રી મિચંદ્રસૂરિ, શ્રી કનકચંદ્રસૂરિ, શ્રી શીવચંદ્રસૂરિ, શ્રી ભાનુચંદ્રસૂરિ, શ્રી વિવેકચંદ્રસૂરિ, શ્રી લબ્ધિચંદ્રસૂરિ, શ્રી હર્ષચંદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે પ્રખર પ્રખર આચાર્યો થઈ ગયા.
એ હેમચંદ્રસૂરીશ્વરજીની માટે પ્રખર પ્રતાપી, સ્વદય જ્ઞાનના રહસ્ય પ્રાણ “ભારત ભૂષણ” બિરૂદ ધરનારા, મહાસમર્થ શક્િતસંપન્ન અદૂભુત ભવિષ્યવેત્તા, પૂ. આચાર્યવર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી થયા. આગમ સિદ્ધાંતના અભ્યાસી એ પ્રખર આચાર્ય દેવના પરિચિતો અત્યારે પણ તેઓશ્રીની પ્રખર પ્રભાવિતાને પ્રશંસી રહ્યા છે. તેમના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org