________________
[ ૩૮૨ ]
શ્રી મહાવીર જીવનત ઉભરાતાં તેને બચાવવા પિતાની મંત્રશકિતથી ગાયને અદશ્ય કરી કસાઈઓને અહિંસાધર્મને ઉપદેશ આપ્યા. ગાયને અદશ્ય કરવાને તેમને પ્રભાવ નવાબ પાસે જઈ પહોંચતાં નવાબ ત્યાં આવ્યું, ત્યારે પૂ. ગુરુદેવે નિડરતાપૂર્વક નવાબને પણ અહિંસાધર્મની સચોટ સમજુતી આપી. નવાબને પોતાની ભૂલ સમજાતાં ગુરુદેવના ચરણમાં ઝુકી પડયો અને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આવા તો અનેક ચમત્કારે તેમની જીવનપેથીમાંથી વાંચવા મળે છે. તેમના ત્યાગ વૈરાગભર્યા ઉપદેશથી શિષ્ય પરિવાર પણ વિશાળ અને તત્ત્વજ્ઞાની હતો. અનેક ગામમાં તેમના ચાતુર્માસો થયા હતા. જ્યાં જ્યાં ગુરુદેવ બિરાજતાં ત્યાં ત્યાં જૈન શાસનની જાહેરજલાલી પ્રગટી રહેતી.
એ રીતે અનેક પ્રકારે અનેક આત્માઓને ધર્મમાર્ગમાં જેડી ધર્મપ્રભાવક બની છાસઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી પંચોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંત સમયના છેલ્લા દિવસે ઉપવાસના પચ્ચકખાણ કરી એક દિવસના અણસણપૂર્વક સમાધિ સહિત કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
અનેક ગામોમાં સુશ્રાવકેએ તેમના સ્વર્ગવાસ નિમિત્તે મહાન્સ કર્યા, અને ગુરુમૂર્તિઓ તેમ જ ગુરુપાદુકાઓની સ્થાપના કરી. આજે પણ એ ગુરુદાદાનો પ્રભાવ અચિંત્ય મનાય છે. ઘણાં શ્રદ્ધાળુ ભાવિકે તેમના નામની માળા ગણે છે, અને ઈષ્ટ લાભ મેળવે છે. જ્યાં જ્યાં પાદુકાની સ્થાપના છે ત્યાં ત્યાં શ્રદ્ધાળુ આત્માઓ ગુરુ અષ્ટ પ્રકારી પૂજાએ ભણાવી ગુરુભક્િત પ્રદર્શિત કરે છે.
પંદરસો સાડત્રીશમાં જન્મ પામી સોળસો બારમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org