________________
મહાવીર મેક્ષે સીધાવી ગયા...!
[ ૩૭૫ ] પૂર્વધરોએ જૈન શાસનની કીર્તિને જ્વલંત રાખી. તે પછી ભસ્મગ્રહે પિતાને જોરદાર પંજો જૈન શાસન પર લગા. અનેક મતમતાંતરો ઉત્પન્ન થતા ગયા. વિતંડાવાદ વધતે ગયે ! આજે પણ જૈન શાસનની છિન્નભિન્નતા વર્તાઈ રહી છે. એમાં કળિકાળનો પ્રભાવ સમજવાનો ? કે માનવ સ્વભાવને ? જે હોય તે..પણુ ભગવાન્ મહાવીરના નિર્વાણને આજે પચીશમી શતાબ્દી વીતી ગઇ છે. આ પ્રસંગે જેન માત્રના હૃદય દ્રવી ઉઠ્યા છે કે જૈન શાસનનું પુનરૂત્થાન થવું જોઈએ.
પ્રભુ મહાવીરના હૈયામાં “સર્વિજીવ કરૂં શાસન રસી” એવી ભાવના વિલસતી હતી. એ ઉદાત્ત ભાવનાથી પતે તરી ગયા અને અનેક આત્માઓને તરવાનો રાહ ચીંધતા ગયા!
પ્રભુની પર્ષદામાં પ્રવચન સમયે પ્રભુની ભૂલ શોધનારા ત્રણસેં ને ત્રેસઠ પાખંડીઓ તેમની સામે બેસનારા હતા. તે સિવાય અન્ય દર્શનીઓના ટોળે ટોળા પ્રભુ પર્ષદામાં હાજર રહેતાં.પ્રભુ સામે વાદ કરતા...આક્ષેપ કરતા....નિંદા કરતા....પ્રભુને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા....ગશાળા અને જમાલી જેવા ખૂદ પોતાના જ શિષ્ય હરિફ બનીને તેમને હંફાવવાનો પ્રયત્ન કરતા....છતાં પ્રભુ મહાવીરે કદિ કેઈને નિંદ્યા નથી. અપમાનિત કર્યા નથી...પણ સ્યાદવાદથી સૌને સત્કાર કર્યો છે. અપેક્ષાવાદથી સૌને આવકાર આપે છે. એ જ મહાવીરના સંતાનો આપણે આજે કઇ દશામાં ઝુલી રહ્યા છીએ ?
પ્રભુ મહાવીર સ્થાપિત ચતુર્વિધ સંઘમાં આજે પણ ઈન્દ્રનું ઈન્દ્રાસન ડેલાવી શકે એવી અજોડ શકિત ભરી પડી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org