________________
મહાવીર મોક્ષે સીધાવી ગયા....!
[ ૩૭૩ ] પાંસઠ વર્ષની વયે પ્રભુ મહાવીરના શિષ્ય બની ઓગણએંશી વર્ષે કેવળજ્ઞાન પામી પંચાણુ વર્ષે પ્રભુના નિર્વાણ વરસે ગુણશીલ વનમાં માસિક અણસણ કરી મુકિત સીધાવ્યા.
આડમાં અકમ્પિત ગણધર ત્રણ વિદ્યાથીઓ સાથે અડતાલીશ વર્ષે ગૃહત્યાગ કરી સતાવન વર્ષની વયે કેવળજ્ઞાન મેળવી પ્રભુના નિર્વાણુ વરસે ગુણશીલવનમાં માસિક સંલેખના કરી અઠ્ઠોતેર વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા.
નવમા ગણધર શ્રી અચલભ્રાતા ત્રણ વિદ્યાથીગણ સાથે છેતાલીશમે વર્ષે પ્રભુના શિષ્ય બની બાર વર્ષના તપ ધ્યાનપૂર્વક કેવળજ્ઞાન પામી બહોતેર વર્ષની વયે ગુણશીલ વનમાં માસિક સંલેખના સ્વીકારી નિર્વાણ પામ્યા.
દસમા ગણધર શ્રી મેતા ત્રણ શિષ્ય સાથે છત્રીશ વર્ષની વયે પ્રભુના શિષ્ય બની દશ વર્ષની તપસ્યાપૂર્વક કેવળજ્ઞાન મેળવી પ્રભુ નિર્વાણથી ચાર વર્ષ પહેલા બાસઠ વર્ષની ઉંમરે સર્વ કર્મને ક્ષય કરી ગુણશીલ વન માં માસિક સંખનાપૂર્વક નિર્વાણ પામ્યા.
અગ્યારમા શ્રી પ્રભાસ ગણધર માત્ર સોળ વર્ષની ઉંમરે ત્રણ વિદ્યાર્થીગણ સાથે શ્રમણધર્મ સ્વીકારી આઠ વર્ષની તપસ્યાપૂર્વક ચોવીસમે વરસે કેવળજ્ઞાન પામ્યા. સોળ વર્ષ કેવળી અવસ્થામાં વિચરી ચાલીસ વર્ષની વયે ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન પૂર્વક નિર્વાણ પામ્યા.
આ અગ્યાર ગણધરે પ્રભુના મુખ્ય શિષ્ય હતા. તે સિવાય બીજા ચૌદ હજાર મુનિઓ પ્રભુના શિષ્ય હતા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org