________________
તપની પરંપરા :
જ્ઞાન લાવાળા મોક્ષઃ” જ્ઞાનીઓના એ વચનને થથાર્થ કરવા પૂજ્યશ્રીએ જ્ઞાનની લહાણું શરૂ કરી પણ એને અનુરૂપ ક્રિયા ન હોય તે ઈષ્ટની સાધના થઈ શકતી નથી. એટલે પૂજ્યશ્રીએ બહેનમાં તપની શરૂઆત કરાવી. સહ પ્રથમ સામુદાયિક આયંબિલ, ત્યાર પછી અનુક્રમે શ્રી નવકાર તપના એકાસણા, શ્રી ગૌતમસ્વામીના છઠું, સ્વસ્તિક તપ વગેરે ક્રમે શરૂ કરાવ્યા. શ્રી લેકાગચ્છ સંઘ તરફથી ઉપાશ્રયના ત્રીજા માળે રડાની વ્યવસ્થા થતાં જુદી જુદી વ્યક્તિઓ તરફથી સામુદાયિક એકાસણા થવા લાગ્યા. જેમાં મુખ્યતાએ શ્રી કાગછ સંઘ, જગમોહનલાલ ભગવાનદાસ, શીવજીભાઈ માણેક, પાનબાઈ તલકશી, ભચીબાઈ મણશી, હાંસબાઈ ખીમજી, જયસુખલાલ આર. કોઠારી (લોકાગચ્છના ટ્રસ્ટી), તેજશી શામજી ગાલા, શાહ મણીલાલ નાનજી વગેરેએ સક્રિય ફળ આપી તપસ્વીઓની ભક્તિને લાભ લીધું હતું. દરેક તપના પારણા શ્રી લોકાગચ્છ સંઘ તરફથી થતાં. તેમજ જુદી જુદી વ્યક્તિઓ તરફથી પ્રભાવનાઓ પણ તપસ્વીઓને સારી થયેલ. પૂજાઓની રમઝટ:
શ્રી કાગચ્છ ઉપાશ્રયના ઈતિહાસમાં પહેલી જ વાર સ્થાનિક સંઘના શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરેથી પ્રભુજી પધ. રાવી પૂજાઓ ભણાવવાની શરૂઆત થતાં લોકોમાં ભારે આકર્ષણ જાણ્યું. સહુ પ્રથમ શ્રી લોકાગચ્છ સંઘ તરફૅથી શ્રાવણ સુદ ૯ના પૂજા શ્રી શાંતિનાથજી મહિલા મંડળે ધામધૂમથી ભણાવી ત્યારે ઉપાશ્રય વિશાળ હોવા છતાં તલ પડે એટલી જગ્યા ખાલી રહી ન હતી, લોકેની ભારે ઠઠ્ઠ જામી હતી; લાડુની પ્રભાવના થયેલ.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org