________________
૩૮
મુંબઈ અંચલગચ્છના ટ્રસ્ટી શ્રી ઉમરશીભાઈ પલડીયાએ પિતાના વક્તવ્યમાં સ્થાનિક સંઘની પ્રવૃત્તિને ખૂબ વખાણી ધન્યવાદ સાથે ગુરુદેવને પણ અભિવાદન કર્યા ચાતુર્માસની સફળતા ઈચ્છી. તે દિવસે મંગલિકના આંબિલ સંઘમાં તથા સાધ્વીજી વર્ગમાં થયેલ. મીઠી સાકરની મીઠી પ્રભાવના લઈ મીઠી ભાવના ભાવતાં સૌ વિખરાયા.
સૂત્રવાંચન પ્રારંભ
તે જ દિવસથી દૈનિક વ્યાખ્યાન ચાલુ હતા, પણ ચાતુમસના નિયમ મુજબ દેશનાધિકારે “આત્મપ્રબંધ ગ્રંથ” અને ભાવનાધિકારે “શ્રી ભીમસેન ચરિત્ર”ના વાંચનને નિર્ણય ૧૬૬ મણ ઘીની બેલીપૂર્વક શાહ વશનજીભાઈ ચાંપશીએ વહરાવ્યા બાદ જ્ઞાન બહુમાનની વિધિપૂર્વક અષાડ સુદ ૫ ને શનીવારથી વિશદ અને રોચક શૈલીથી પૂજ્યશ્રીએ વાંચન શરૂ કર્યું. બપોરે બેને માં પૂજ્યશ્રીના શિષ્યા સાધ્વી સ્વયંપ્રજ્ઞાશ્રીજીએ ધન્ય ચરિત્ર વાંચન શરૂ કર્યું. આમ બે વખત દરરોજ વીરવાણની સરવાણી વહેવા લાગી. પૂજ્યશ્રીની વાંચન પ્રગભતા અજોડ છે અને વતૃત્વશક્તિ ગજબ છે. ગમે તે વિષયનું નિરૂપણ અને ગુઢ પ્રશ્નોના ઉત્તર સહેલાઈથી આપી શકવાની શિલી ગમ્ય, રોચક અને આકર્ષક હોવાથી વ્યાખ્યાનનો સમય થતાં જ વીર વાણીના શ્રોતાજનેથી કાગચ્છને ઉપાશ્રય સાંકડે બની જતો. દર રવિવારે “શ્રેયસ અને પ્રેયસ” “જીવન કેવું હોવું જોઈએ?
સિદ્ધિના પાન”, “જીવનનું ધ્યેય શું?” “ધર્મના ગુંજન” વગેરે નવા નવા વિષય પર જાહેર વ્યાખ્યાને જાતાં જનમેદની ચીકાર જામતી. સહુના અંતરે ગુરુવાણુના પડઘાથી પ્રભાવિત ભવભવના પાથેયરૂપ ધર્મ ધન મેળવી કૃતાર્થ બનતા હતા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org