________________
મહાવીર મોક્ષે સીધાવી ગયા.......!
[ ૩૬૯ ] કર્યા? હું કેણુ? સર્વજ્ઞનો પુત્ર! સર્વને પુત્ર બનીને હું સર્વજ્ઞભાવને પીછાણી શક્યો નહિ. એમાં પ્રભુને શું વાંક ? પ્રભુના આપેલા બોધને સમજી શક્યો નહિ. એમાં પ્રભુની કઈ કસૂર? પ્રભુએ મને ઘણીવાર કહ્યું છે કે “ગૌત્તમ! છેલ્લે તે આપણે બન્ને એક સરખા જ છીએ.” પ્રભુના આ કથનનું રહસ્ય હું સમજી શક્યો નહિ“આમ વિચારતા વિશુદ્ધ હૃદયી ગૌત્તમના અંતરમાં મહાવીર મહાવીર મહાવીર શબ્દનું રટન ચાલ્યું. ગૌત્તમ મહાવીરમય બની ગયા. હૈયામાંથી રાગ ખ અને વૈરાગ્યને ભાણ ઝબૂક્યો ! મમતા ખસી ગઈ, સમતા વસી ગઈ હૈયામાં. મમત્વ મારનાર છે, સમત્વ તારનાર....! એવું ચિંતવન કરતાં ગૌત્તમના અંતરપટને આચ્છાદિત કરનાર જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના આવરણ ખસવા લાગ્યા ! પ્રભુ પ્રત્યેની રાગ રેખા તદ્દન ભૂંસાઈ જતાં મેહનીયકર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ ગયું....અને પ્રભુ મીલનમાં અંતરાયભૂત અંતરાયકર્મ પણ ક્ષણમાં વિલીન થઈ ગયું....ગૌત્તમના હૈયામાં ઝળાહળા ભાવ જાગ્યા અને અનંત સ્વરૂપી કેવળજ્ઞાન ને કેવળ દર્શન ઉત્પન્ન થયા.
ગુરુ ગૌત્તમ કેવળી બન્યા. જ્ઞાનથી જોવાની અને જાણવાની સંપૂર્ણ શકિત ઉત્પન્ન થઈ. ગુજરાતી કારતક સુદ પ્રતિપદા ધન્ય બની ગઈ ! ગુરુ ગૌત્તમને કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા અસંખ્ય દે, ઇન્દ્રો, મનુષ્ય અને રાજાએ એકત્ર થયા. ગૌત્તમ ગુરુને મહિમા ત્રણે જગતમાં વિસ્તર્યો. જય જયકાર વર. સુવર્ણકમળ પર બેસી ગુરુ ગૌત્તમે ભવનિસ્તારિ ધર્મદેશના આપી. ગૌત્તમના કેવળજ્ઞાનના આનંદ નિમિત્તે લોકોએ પરસ્પર આનંદ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org