________________
[ ૩૬૮ ]
શ્રી મહાવીર જીવન જીત કરતે કોની પાસે દેડી જઈશ ! એ સ્વામી મારા, મારૂં શું થશે! એનો પણ આપે વિચાર ન કર્યો? આપને તે ચૌદ હજાર શિષ્ય હતા પણ મારે મન તે આપ એક જ મારા વિશ્રામસ્થાન હતા ! શું આપ આવા નિઃસ્નેહી ! અરે કઠિન હૈયા! તું આજે કેમ ફુટી જતું નથી! અરે........ રે... હું નિઃસ્નેહીની સેબતમાં ફસાયે ! ત્રીશ ત્રીશ વર્ષથી મેં પ્રભુને મારા જીવનનું સર્વસ્વ માન્યા ! એ જ પ્રભુએ મને અંત સમયે દૂર ધકેલી દીધે ! મારી સાથે આવી છલના ! મેં મારા મનની મેજથી પ્રભુ સાથે મહાબત બાંધી ! એના બદલામાં મને મારા જ મળ્યો ! એ પ્રભુ! મને કેવલજ્ઞાન આપીને ગયા હતા તે પણ હું આપની પાછળ પાછળ ચાલ્યા આવત! અનેકોને કેવલજ્ઞાની બનાવનાર પ્રભુએ મને જ કેવલજ્ઞાનથી વંચિત રાખે ! આ આપને પંક્તિભેદ....? ના...ના...ના.... મારા પ્રભુ ! પંક્તિભેદ ન કરો....એ તે વીતરાગ હતા! શું વીતરાગ ! વીતરાગ એટલે રાગ વગરના ! સ્નેહ વગરના..! વીતરાગી પ્રભુને કદિ પક્ષપાત ન હોય! પ્રભુ તે વિશુદ્ધ હતા, વિબુદ્ધ હતા..! વિદ્વેષી હતાવિકારજીત હતા ! વિજ્ઞાની હતા...! આવા મહાન પ્રભુએ જે કર્યું હશે તે વિચારીને જ કર્યું હશે ! આવી વિચારધારાથી તેમના અંતરમાં રહેલી પ્રભુ પ્રત્યેની પાતળી રાગરેખા ભૂંસાવા લાગી....! ધીરે-ધીરે સત્ય સમજાવા લાગ્યું !”
“સ નેહા ગેયમ, સમય મ કરીશ પ્રમાદ” આવે પ્રભુને આપેલે સદ્દબેધ ગૌત્તમને યાદ આવી ગયે! ચિત્તમાં ચમકારે થયે. “અરેહ કે પ્રમાદી? મારી, આંખમાં અશ્રુને ધધ ? નિરાગી પ્રભુ ઉપર મેં આક્ષેપ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org