________________
૩૩. ધન્ય પ્રભુ, ધન્ય ગૌત્તમ,
ધન્ય પરિવાર .....!
- ઈદ્રભૂતિ ગૌત્તમ દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધ આપી પ્રભાતના પહોરે પ્રભુ પાસે જલદી પહોંચવા પાછા વળ્યા. ત્યાં દેવતાઓ પાસેથી જાણવા મળ્યું કે “પ્રભુ તે ક્ષે સીધાવી ગયા!” આ શબ્દ સાંભળતાં જ જાણે વજ ન તૂટી પડ્યું હોય તેમ ઈન્દ્રભૂતિ એકદમ સ્થંભી ગયા ! થંભિત હદય પોકારી ઉઠયું: “શુ મહાવીર મોક્ષે ગયા! મને મૂકીને ! અહા... અહા..અહા! પ્રભુએ મને છેતર્યો ! અને હું છેતરાઈ ગયો ! ઓ પ્રભુ! અંત સમયે મને અળગે કરવાનું શું પ્રયોજન? મારા પ્રેમને તમે પીછાણ્યો નહિ? મારા સ્નેહને શું તમે સમજી શક્યા નહિ! હે ભગવન્! હે ભગવન! તમે આટલા બધા નિષ્ફર શાને થયા ! ગૌત્તમ, ગૌત્તમ કહીને ભાવથી ભીંજવતાં મીઠા શબ્દો મને નેહથી રીઝવતા ! મારા પ્રશ્નોના ઉત્તર આપીને મને બુઝવતા...! એ લાગણીના ધોધમાં આજે એકાએક ઓટ કયાંથી આવી ગઈ ! પ્રભુ! તમે આ શું કર્યું. જગતના નેહીઓ સ્વાથી છે તેની જેમ આપ પણ શું સ્વાર્થી થયા! એ પ્રભુ! ઓ પ્રભુ! આજે મારા અંતરનું આશ્રયસ્થાન ભ્રષ્ટ થયું ! આજે મારી જ્ઞાનકેલી કરવાની ચોપાટ ગુમ થઈ ગઈ! હવે મને આત્માને આનંદ કોણ આપશે ! હું ભગવન, ભગવન,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org