________________
[ ૩૬૬ ]
શ્રી મહાવીર જીવનત શોકશંકથી વિંધાતા કેન્દ્ર દેવરચિત ચિતામાં પ્રભુના દેહને પધરાવ્યું. અગ્નિકુમાર દેએ અગ્નિ પ્રગટ કર્યો, વાયુકુમારેએ વાયુ વિકુ, અન્ય દેવોએ સુગંધી દ્રવ્યો નાખી મધ અને ઘીના ઘડાઓ ચિતાગ્નિમાં ક્ષેપિત કર્યા. પ્રભુનું શરીર સંપૂર્ણ દગ્ધ થઈ ગયું ત્યારે મેઘકુમાર દેવેએ ક્ષીરસાગરના જળથી ચિતાને ઉપશમાવી. પ્રભુ પરના ભક્તિરાગથી શકેદ્ર અને ઈશાનેન્દ્ર ઉપરની ડાબી જમણી, બલીન્દ્ર અને ચમરેન્દ્ર નીચેની ડાબી જમણી દાઢાઓ લીધી, અન્ય ઈન્દ્રો અને દેએ દાંતે તથા હાડકા લીધા. તેમ જ મનુષ્ય પિતાના કલ્યાણ અર્થે પ્રભુના પવિત્ર દેહની પવિત્ર ભસ્મ લઈ ગયા. ચિતાનાં સ્થાને દેએ રત્નમય સૂપ રચી પવિત્ર સ્થાનની રક્ષા કરી.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ વ્યતીત થતાં પ્રભુ મહાવીરનું નિર્વાણ થયું.
પ્રભુ મહાવીર મેક્ષે સીધાવી ગયા. ધર્મના આધારસ્થંભ સમા પ્રભુ મુક્તિસુખમાં મહાલી રહ્યા. પ્રભુ મહાવીર હતા ત્યાં સુધી ભારતવર્ષ સનાથ હતું! મહાવીર જતાં અનાથ બન્યું ! લાખના તારણહાર ચાલ્યા ગયા ! નંદિવર્ધન રાજા ભારે શોકાતુર બન્યા. આંખમાં આંસુ અને હૃદયમાં અનંત વેદના ઉભરાણી ! અંતર પોકારી રહ્યું મહાવીર મેક્ષે સીધાવી ગયા ! અહા...! મહાવીર ક્ષે સીધાવી ગયા ! શાશ્વત સુખના સામ્રાજ્યમાં સમાઈ ગયા ! જ્યોતિમાં જ્યોતિરૂપે પ્રકાશી રહ્યા !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org