________________
મહાવીર મોક્ષે સીધાવી ગયા.....!
[ ૩૬૫] આજે ભારતવર્ષને અધ્યાત્મભાનુ અસ્ત થયે ! અને ચતુર્વિધ સંઘ પ્રભુવિયેગની વેદનાથી વ્યસ્ત બની ગયે! ચારે બાજુ નિસ્તેજના છવાઈ ગઈ અને નજરે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ કુંથવા વગેરે બેઈન્દ્રિ જી ઉત્પન્ન થયા. હવેથી સંયમપાલન દુરારાધ્ય થશે એમ માનીને ઘણું સાધુ સાધ્વીજીઓએ અનશન વ્રત આદર્યા. પ્રભુના નિર્વાણ સમયે નારકીના જીવોને ક્ષણવાર અજવાળું મળ્યું; પણ અસંખ્ય દેવદેવીઓ, ઈન્દ્રો અને ચતુર્વિધ સંઘની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા ! આંખમાં અશ્રુ સાથે અઢાર ગણરાજાઓએ ભાવદીપક અસ્ત થતાં હસ્તિપાલરાજાની જીર્ણશાલામાં દ્રવ્યદીપકેની હારમાળા પ્રગટાવી. ત્યાંથી લોકમાં દીપેત્સવી પર્વના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. એ અદ્યાપિપર્યત ચાલુ છે.
શેકમગ્ન શકે ચિત્તમાં ધર્મ ધારણ કરી દેવતાઓ પાસે નંદનવનમાંથી ગોશીષચંદનના કાષ્ઠ મંગાવ્યા. ક્ષીરસાગરના જલથી પ્રભુના દેહને નવરાવી ઈન્દ્ર પિતાના હાથે જ અંગરાગ વગેરેથી શેભાવ્યા. ઉપ૨ કીંમતિ વસ્ત્ર ઓઢાડ્યું. દેવતાઓ પાસે દેવવિમાન જેવી શિબિકા તૈયાર કરાવી બહુમાનપૂર્વક પિતાના હાથે પ્રભુના દેહને એ શિબિકામાં પધરાવ્યે ! આંખમાં અશ્રુ અને હૃદયના લપાત સાથે ઈન્દ્રો શિબિકા ઉપાડી ચાલવા લાગ્યા ! અસંખ્ય દેવે
જય જય નંદા જય જય ભદા” શબ્દોથી ગગન ગજાવતા શોકજનક વાજીંત્ર વગાડતાં અને શેકથી જાણે હૃદયતાડન ન કરતાં હોય તેમ શિબિકાની આગળ ચાલવા લાગ્યા ! સુગંધીજલ અને પુષ્પવૃષ્ટિ કરી ભૂમિતલને આદ્ર બનાવી પ્રભુના ગુણોથી ગુમિફત ગુણમાલાના ગીતો ગાતી દેવીઓ શેકથી શિબિકાની પાછળ ચાલવા લાગી !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org