________________
[ ૩૬૪].
શ્રી મહાવીર જીવનત પ્રભુ બોલ્યાઃ “શકેન્દ્ર! શ્રી તીર્થકરે, અરિહંતે કે ચક્રવતીઓ ગમે તેટલા બળવાન હોય તે પણ કેઈપિતાના આયુષ્યની વધઘટ કરવામાં શક્તિમાન નથી બની શક્તા! આ સત્ય વસ્તુ તમે સમજતા હોવા છતાં આવી પ્રાર્થના કેમ કરે છે? આગામી કાળ દુઃખભર્યો અને વિષમતાભર્યો જ આવવાનું છે, એવું દર્શાવવા માટે જ ભસ્મગ્રહને ઉદય થયું છે. દુઃષમ પંચમકાળ દુઃખભર્યો અને વિડંબનાભર્યો વીતશે, એ કાળને સુધારવાની કોઈનામાં તાકાત નથી ! માટે એની ચિંતા કરવી છેડી દે !” આ પ્રમાણે ઈન્દ્રને સમજાવી સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રનો યુગ આવતાં વેગ વિચક્ષણ પ્રભુએ ભેગનિરોધ આદર્યો.
ચંદ્ર નામના સંવત્સરના પ્રતિવર્ધન નામના મહિનાના નંદિવર્ધન નામના પક્ષને ઉપશમ નામને દિવસ પૂર્ણ થતાં દેવાદા નામની રાત્રિ ઉદિત થઈ. જ્યારે અર્ચ નામને લવ, શુલ્ક નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તોક, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત, તેમ જ નાગ નામનું કરણ ચાલતું હતું, તે સમયે પર્યકાસને બેઠેલા પ્રભુએ મનવચન કાયાના ભાદર ભેગને નિરોધ કરી સૂક્ષ્મગ નિધિમાં પ્રવેશ કર્યો. મનવચન કાયાના સૂફમાગને પણ નિરોધ કરી પ્રભુ શુક્લધ્યાનના ચોથા પાયે ચડડ્યા, અને અ...ઈ...............લે....એ પાંચ હૂસ્વાક્ષરના ઉચ્ચાર સમય માત્રમાં જ પ્રભુનો આત્મા એરંડ બીજની જેમ દેહમાંથી ઉછળીને સીધે જુગતિ વડે ઉર્વગમન કરી બાકી રહેલા વેદનીય, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકમરૂપ ચાર અધાતિકને સંપૂર્ણ ઉચછેદ કરી મેક્ષગતિએ જઈ પહોંચે ! પ્રભુ મહાવીર સિદ્ધ થયા, બુદ્ધ થયા, નિરાકાર અને નિરંજન બની તિરૂપે અનંત સિદ્ધોની જાતિમાં ભળી ગયા!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org