________________
મહાવીર મેક્ષે સીધાવી ગયા....!
[૩૬૩ ] ચડાવી વંદન કરી ગૌત્તમ દેવશર્માને પ્રતિબોધવા ચાલ્યા !
હસ્તિપાલરાજાની જીર્ણશાળામાં પ્રભુએ અંતિમ દેશના આપવી શરૂ કરી. અસંખ્ય ઈન્દ્રો અને દેવ પ્રભુનો અંત સમય જાણે પ્રભુની અંતિમ દેશના સાંભળવા અને અંતિમ દર્શન કરવા દોડી આવ્યા. તેમ જ ચેટકરાજાના આજ્ઞાંકિત નવ લિચ્છવી જાતિના અને નવ મલ જાતિના એમ અઢાર રાજાઓ સહિત અનેક ગણમાન્ય રાજાઓ પણ પ્રભુની અંતિમ ધર્મદેશના સાંભળવા એકત્રિત થયા હતા.
પ્રભુએ ચોવિહાર છઠ્ઠ કરી દેશના આપવી શરૂ કરી, અને સોલ પ્રહર સુધી એ દેશના ચાલુ રહી. એ દીર્ઘકાળની દેશનામાં પ્રભુએ પુણ્ય વિપાકના પંચાવન અને પાપ વિપાકના પંચાવન અધ્યયને સંભળાવ્યા. તેમ જ કેઈના પુછયા વિનાના અપ્રન વ્યાકરણના છત્રીશ અધ્યયને સંભળાવી છેલ્લું પ્રધાન અધ્યયન કહેવા લાગ્યા તે સમયે પ્રભુને નજીક મુક્તિગમન કાળ જાણું આકુળ વ્યાકુળ બનેલા શકે અંજલી જેડીને પ્રભુને એક વિનંતી કરતાં કહ્યું: “પ્રભુ ! “આપના વન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન સમયે હસ્તોત્તર નક્ષત્ર હતું. અને મોક્ષગમન સમયે સ્વાતિનક્ષત્ર ચાલી રહ્યું છે. પણ પ્રભુ ! આપના જન્મનક્ષત્ર ઉપરથી અત્યારે ભસ્મગૃહ પસાર થઈ રહ્યો છે ! એ પસાર થઈ જાય ત્યાં સુધી માત્ર એક જ ક્ષણ આપનું આયુષ્ય વધારે! જે એમ નહિ થાય તે આપના જન્મનક્ષત્ર પર પસાર થઈ રહેલે ભસ્મગ્રહ બે હજાર વર્ષ સુધી આપની સંતતિને એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘમાં હરક્ત ઉત્પન્ન કરશે ! માટે ક્ષણવાર વધુ રહે જેથી દુષ્ટગ્રહને ઉપશમ થઈ જાય ! આપની નજર સામે પસાર થત ભમગ્રહ શક્તિહિન બની જશે તેથી ભાવિકાળમાં લાભ થશે.”
ત્ય રહિ થાય હવે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org