________________
[ ૩૬૨ ]
શ્રી મહાવીર જીવનજ્યોત
-
-
ફરસવા ચાલ્યા.એ પર્વત પર ચડવાના માત્ર આઠ જ પગથીયા ! પણ એક એક પગથીયું એક એક એજનનું એટલે ચાર ચાર ગાઉનું ! એની યાત્રા કરવા માટે પંદરસો તાપસ તપ કરી અષ્ટાપદના એજનમુખી પગથીયા ચડવા પ્રયત્ન કરી રહ્યા હતા ! તપથી કૃશ બનેલા તાપસ ગજરાજ જેવી ડોલતી ગતિથી આવતા ગૌત્તમને જોઈ રહ્યા. ત્યાં ગૌત્તમ તે પિતાની લબ્ધિથી સૂર્યના કિરણે પકડી સડસડાટ ઉપર ચડી ગયા. યાત્રા કરી પાછા વળતાં તાપસોએ અદભુત પ્રભાવી ગૌત્તમના ચરણકમલ પકડી લીધા અને ગુરુ તરીકે સ્વીકાર્યા. સાચા ગુરુનો સંગ સાંપડતાં તાપસેના ભાગ્ય ખીલી ઉઠ્યા ! શ્રી ગૌત્તમે બધા તાપસને અષ્ટાપદની યાત્રા કરાવી. પછી ગુરુના હાથે ખીરનું પારણું કરતાં પાંચસે તાપસ કેવળજ્ઞાન પામ્યા. પાંચસો તાપસ સમવસરણની રચના જોઈ અને પાંચસો તાપસી પ્રભુવાણી સાંભળતાં કેવળજ્ઞાન પામી ગયા! પંદરસે કેવળજ્ઞાની શિષ્યના ગુરુ ગૌત્તમ કેવળજ્ઞાન વિનાના રહી ગયા ! પારાવાર પશ્ચા તાપ જાગે પણ પ્રભુ પ્રત્યેની પાતળી પ્રશસ્તરાગરેખા ન ભેંસાણ !
પ્રભુ મહાવીરે ગૌતમની મેહરેખા ભેદવા માટે એક અમેઘ ઉપાય આદર્યો! પિતે મુક્તિનગરમાં જાય અને પ્રિય પટ્ટધર શિષ્ય કેવળજ્ઞાન વગરને રહી જાય એ જાણે પ્રભુને ન ગમ્યું હોય તેમ જ્ઞાનદષ્ટિથી લાભનું કારણ જોઈ અંત સમયે ગૌત્તમને દૂર રાખી તેની રગરેખા ભૂંસવા માટે પ્રભુએ તેમને છે લી આજ્ઞા ફરમાવી. “ગૌત્તમ! અહીંથી નજીકના જ ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવું આવશ્યક છે. માટે તમે જાઓ.” પ્રભુની આજ્ઞા મસ્તકે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org