________________
મહાવીર મેક્ષે સીધાવી ગયા...!
[ ૩૬૧ ] નિરાગી હતા પણ ગૌત્તમ રાગી હતા ! રાગતાંતણે બંધાયેલું ગૌત્તમનું માનસ પ્રભુ પ્રત્યેના પ્રેમપારાવારમાં જ ડુબેલું રહેતું. સાત હાથનું દેહમાન ધરાવતાં સુવર્ણસમ ચમકતી દેહકાંતિથી અને અત્યંત વિશુદ્ધ બ્રહ્મચર્યના પરમ તેજથી ઓપતા ગૌતમસ્વામીના ચિત્તપ્રદેશમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન; એ ચાર જ્ઞાન સ્ફરિત હોવા છતાં ત્રીશ વર્ષના સંયમી જીવનમાં તીવ્ર તપના પ્રભાવથી અનંત લબ્ધિઓ વિલસતી હોવા છતાં એક મહાવીરની જ પ્રતિકૃતિ ઘુમી રહી હતી ! એમની સત્ત્વભરી નજરમાં પ્રભુની પ્રતિછાયા જ પ્રદક્ષિણા આપી રહી હતી ! સ્વભાવે નિખાલસ અને વર્તનમાં બાળક જેવા ગૌત્તમસ્વામી પચાસ હજાર શિષ્યના ગુરુ હતા. એમના હસ્તે દીક્ષિત બનનાર વ્યકિત અવશ્ય કેવળજ્ઞાનને પાત્ર બનતી. પોતે કેવળજ્ઞાની હોવા છતાં અનેક આત્માઓને કેવળજ્ઞાનના દાન આપનાર ગૌતમસ્વામી અજબ કેટીના દાનેવરી હતા. આવા મહા જ્ઞાની, ધીર, ગંભીર, ગૌત્તમ અદ્યાપિ પર્યત કેવળજ્ઞાનના ભાગીદાર બની શકયા ન હતા. પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગની એક રેખા કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત હતી ! પૂણમાના ચંદ્રમાં કાળી મેખ જેવી એ રાગરેખા ગૌત્તમસ્વામીના ઘાતિકર્મોને ક્ષય અટકાવી રહી હતી. ત્રીશ ત્રીશ વર્ષથી છઠ્ઠના પારણે છઠ્ઠ કરનાર ગૌતમસ્વામી હજી છદ્મસ્થ હતા. તેમને પોતાનું આ છદ્મસ્થપણું ખૂબ અકલાવી રહ્યું હતું! એ છવસ્થભાવને દૂર કરવા ગૌત્તમ ક્ષણે ક્ષણે આતુર હતા, પણ પેલી પ્રશસ્તરાગની રેખા કેવળજ્ઞાનને આવરી રહી હતી ! “જે ચરમશરીરી હોય તે અષ્ટાપદની યાત્રા પોતાની શક્તિથી કરે” એવું એક વખત પ્રભનું વચન સાંભળી ગુરુગૌત્તમ કેવળજ્ઞાન મેળવવા અષ્ટાપદ પર્વત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org