________________
[ ૩૬૦ ]
શ્રી મહાવીર જીવનત તુટી ગયેલ અપૂર્ણ ઘડા જેવા શિથિલાચારીઓ પિતાને પ્રભાવ પાથરશે, તેથી સાચા કેણુ અને ખોટા કણ એવી ઓળખાણ રહેશે નહિ !”
પ્રભુના મુખથી પોતે જોયેલા વિરૂપ સ્વપ્નના ફળ તરીકે ભાવિકાળની આગાહી સાંભળી વૈરાગ્યવાસી બનેલા હસ્તિપાલ રાજા પ્રતિબંધ પામી પ્રભુના એ અંતિમ ચાતુર્માસમાં પણ ધર્મની ખૂબ પ્રભાવના થઈ
એક પછી એક દિવસ વીતતા ગયા. પ્રભુએ સત્યધર્મનો પુષ્ટિદાયક ઉપદેશ આપે. અર્થ, કામ, ધર્મ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મ અને મોક્ષ પુરુષાર્થ આદરણીય છે, એ સુંદર બોધ આપી પ્રભુએ અનેક આત્માઓને મેક્ષમાર્ગને અનુરાગી બનાવ્યા.
ઈન્દ્રભૂતિ ગૌત્તમના પ્રશ્નના જવાબમાં પાંચમા અને છઠ્ઠા આરાના દુઃખમય ભાવો જણાવ્યા. ઈન્દ્રો, દે, તેમજ અન્ય આમાએ પણ પ્રભુ પાસે અનેક પ્રશ્નોના જવાબો મેળવી કૃતાર્થ થયા.
પ્રભુના દીક્ષિત જીવનના બેંતાલીશમા ચાતુર્માસના ત્રણ મહીના વીતી ગયા. ચોથે મહિને પણ અડધે વીતવા આવ્યું. કાર્તિક વદી ( ગુજરાતી આસો વદી) અમાવાસ્થાને દિવસ આવ્યો. પ્રભુએ પિતાને અંત સમય નજીક જાણી લીધું.
ત્રીશવર્ષથી મહાવીર અને ગૌત્તમ વચ્ચે એક જ નેહતાંતણે બંધાયેલે ભાવ અતૂટ રહ્યો હતો. મહાવીર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org