________________
મહાવીર મેક્ષે સીધાવી ગયા...!
[ ૩૫૯] એના ફલ સ્વરૂપે ક્ષીરવૃક્ષ સમા ધર્મનિષ્ઠ શ્રાવકોના માર્ગમાં પણ પાસસ્થા વગેરે વેશવિડંબકે કાંટા વેરશે. શુદ્ધ સંયમીએની શુશ્રુષા તેમ જ ગૃહસ્થ ધર્મનું શુદ્ધ પાલન કરતાં અટકાવશે !”
ચેથા સ્વપ્નમાં “કાકપક્ષીને ગંદા ખાબોચીયામાં રમતો જે તેના ભાવમાં એવું સૂચન છે કે સંયમીઓ પણ કાકવૃત્તિથી પારકા છિદ્ર જેનારા થશે.”
પાંચમાં સ્વપ્નમાં “કીડાથી ખદબદતું મૃત સિંહનું લેવર જોયું, એનો અર્થ એ છે કે સિંહ સમાન સાત્વિક જિનમતને વિધમીએ ભક્ષણ નહિ કરે પણ જિનમતિઓ જ જિનમતની સામાચારીને છિન્નભિન્ન કરી નાખશે. મૃતપ્રાયઃ કરી નાખશે !”
“છઠ્ઠા સ્વપ્નમાં “ઉકરડામાં ઉગતા કમળને જોયું તેનું ફળ એ છે કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓ પણ જિનશાસનરૂપ સરેવરમાં ઉત્પન્ન થયેલ ધર્મરૂપ કમળને છેડીને ઉકરડા જેવા અન્ય મતમાં આળોટશે.”
“સાતમા સ્વપ્નમાં “ઉખર ભૂમિમાં બી વાવતાં ખેડૂતને જે” તેનું ફલ સ્વરૂપ એવું છે કે દાનધર્મની રૂચિવાળા આત્માઓ પાત્રા પાત્રની પરીક્ષા કર્યા વિના દાન આપનારા થશે.” 2 “આઠમા સ્વપ્નમાં “સુવર્ણકુંભને મલિન અને તૂટી ગયેલ જે” એને ભાવ એ છે કે સચારિત્રરૂપ જલથી ભરેલા સ્વચ્છ અને સંપૂર્ણ એવા સુવર્ણકુંભ જેવા મહષિએ અતિ અ૯૫ હશે. પણ મલિન આશયવાળા અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org