________________
૩ર. મહાવીર મોક્ષે સીધાવી ગયા....!
ના એવં ચાલી રહી છે
શ્રી તીર્થકરજીવનના ઐશ્વર્યને ભેગવતાં પ્રભુ મહાવીરના જ્ઞાનમય જીવનનું ત્રીશમું વર્ષ ચાલી રહ્યું હતું. અને દીક્ષા જીવનનું બેંતાલીશમું વર્ષ ! તેમ વયનું વર્ષ બહાંતેરમું ! સંસારી અવસ્થાનો ત્રીશ વર્ષનો જીવનકાળ, સાડા બાર વર્ષ અને એક પક્ષને સાધના કાળ, અને કેવલજ્ઞાનમય જીવનનો ધર્મ પ્રવર્તન કાળ ત્રીશ વર્ષને ! પ્રભુની ગૃહસ્થપણાની જીવનચર્યા ભેગ્યકર્મ ભેગવવાપૂર્વક વીતી! સાધનાકાળની જીવનચર્યા કર્મક્ષય નિમિત્તે તમય અને કષ્ટભરી વીતી! અને કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાનમય જીવનચર્યા જગત જીવને જીવનદૃષ્ટિ આપવામાં, ત્રણ જગતની ઠકુરાઈ ભેગવવામાં તીર્થકરલફર્મને ઉપભોગ કરવામાં અને નિગ્રન્થધર્મની પ્રરૂપણ અને પ્રચાર કરનારા પ્રવચન આપવામાં વીતી !
ભગવાન મહાવીરના જીવનકાળનું આ છેલ્લું વર્ષ હતું! આ વર્ષનું ચાતુર્માસ કરવા માટે પ્રભુ શિષ્ય પરિવારથી પરિવૃત્ત બની અપાપા નગરીમાં પધાર્યા. હસ્તિપાલ રાજાની જીર્ણ શાળામાં ચાતુર્માસ બિરાજમાન થયા.
રત્ન, સુવર્ણ અને ખ્યમય ત્રણ ગઢથી અલંકૃત રમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org